કવિ કાગ ને ભગતબાપુ નામ કેવી રીતે મળ્યું તેનો એક પ્રસંગ..  ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ આઈમા સોનલમાને કાને ઊડતી ઊડતી વાત આવી કે, કવિ કાગ એમના ઘરેથી—એમનાં પત્નીને બોલાવતા નથી. સોનલમાને મનમાં ખૂબ જ રીસ ચડી કે ‘આંગણિયાં પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે…!’ જેવા રૂડા સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ અને સમજણનાં ભજનો, ગીતો, દુહા-છંદને સમાજ-સાહિત્યને ચરણે ધરનારો લોકકવિ- લોકગાયક દુલા ભાયા કાગ એમના પારિવારિક જીવનમાં પોતાના ધર્મપત્ની સાથે આવું અન્યાયી વલણ કાં અપનાવે..? રેડિયો ઉપર ‘ગાતા સરવણ’નો ગાયક, લોકરામાયણનો જાણતલ આવડી મોટી ભૂલ કાં અદરી બેઠો…? આવો હળહળતો અન્યાય…? રામભાઇ કાગ જેવો પનોતો પુત્રરત્ન દેનારી એમની જીવન- સંગિનીને જાતી ઉંમરે કેમ તરછોડી હશે? એ સમયે સમગ્ર ચારણસમાજના સાડા ત્રણ પહાડા (વિભાગો)ના એકીકરણનો મંત્ર લઈને સમાજોત્થાન માટે લોબડિયાળી આઈ સોનબાઈ નીકળેલાં … ‘ ચારણ એક ધારણ’ ‘કન્યા કેળવણી’ અને ‘સમાજમાંથી વ્યસન નાબૂદી’-આવાં ત્રણ વ્રતનું ત્રિશૂળ મનમાં ધારીને આઈમા સોનલમા ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં ચારણોના નેસડે નેસડે—ગામોગામ ઘૂમી રહ્યાં હતાં તે વખતની આ સત્ય ઘ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks