ચારણશક્તિ આઈમાઁ જેતબાઈમાઁ આઇ જેતબાઇ માનો જન્મ સં. ૧૫૧૫ માં ખેડા જિલ્લાના વાલવોડ ગામમાં થએલો . એમના પિતાનું નામ લાખાજી મહેડૂ. આઇ જેતબાઇનું મોસાળ એજ ગામ વાલવોડના મહિયા શાખાના ચારણોમાં હતું. આઇનાં માતાનું નામ જાણવા મળ્યું નથી, પરંતુ પરાપૂર્વથી આઇ જેતબાઇનાં માતુશ્રીને શક્તિમાના નામથી ઓળખવામાં આવે છે. આઇના પિતા લાખા ગઢવીને ત્યાં ગાયો ભેંસો માલ ઢોર ખૂબ પ્રમાણમાં હતાં. મહીકાંઠાની બહુ સારી કહેવાય તેવી જમીન હતી, ખુબ સુખી હતા. બોરસદ તાલુકાના ઝારોળા ગામે વીર પુરૂષના એક પાળિયા પર આઇ જેતબાઇના નામની સાથે સં . ૧૫૧૫ લખાએલા છે. એટલે માની શકાય કે તેઓનો જન્મ સં. ૧૫૧૫ લગભગ કદાચ તેથી પહેલાં થયો હોય. વળી ચારણ પરંપરા માને છે કે આઇ જેતબાઇ ચારણ મહાત્મા ભક્ત કવિ શ્રીઇસરદાસજીનાં સમકાલીન હતાં. ઇસરદાસજીનો જન્મ રાં. ૧૫૧૫ માં થએલો. આઇ જેતબાઇ અત્યંત સ્વરૂપવાન હતાં. સાથે સાથે ખૂબ અટંકી પ્રકૃતિવાળાં, ચારણવટવાળાં હતાં, વાલવોડમાં એ વખતે મહેડુ, મહિયા, દેથા, શામળ, સિંહઢાયચી વગેરે અનેક શાખાના ચારણોનાં કુલ મળીને ૧૦૦ લગભગ ઘર હતાં. મોટો ગઢવાડો હતો. પરંપરાથી વાલવોડમાં વિધાના સંસ્કાર જળવાતા, તેમજ જંગતબા...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks