મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જાન્યુઆરી, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Jay Pithad Maa

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 *🙏🏻जय जय माँ पीठड आई🙏🏻* *पीठड आई प्राण थी प्यारी,नेजाळी नी वात निराली (टेक)* *वांची चिठ्ठी विस्तारथी भुपे,जाहल जोखम थई (२)* *ऐ...भाळ मळे नई भुप ने ऐवी,अवघी ओछी रई,* *बतावो ...

મને ગમતી વાત

ભેંસોનાં દૂધ! ઝવેરચંદ મેઘાણી . ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ ...

જીવા આપા આહીરની દાતારી જય મુરલીધર

જીવા આપા આહિર ની દાતારી આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે. તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છે વળી ઉદાર દિલના આયર એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા માણસ જેનું નામ સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિયો આવે છે. જેના વખાણની વાતું થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને ચારણ ને બળદની જરૂર છે. પોતાની પાસે એક જ બળદ છે. એટલે ભોળા આપા ધાખડા નું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરામાં આવી મળે છે. પછી વાત કરે છે. ત્યારે ભોળા આપા એ ચારણ ને બળદ આપ્યો. અને બળદ લઈ ચારણ ત્યાંથી નીકળી અને ધીરેધીરે હાલી અને રસ્તામાં મોભીયાણા ગામ આવે છે. ત્યાં પોતાની દીકરી આપેલા એટલે ત્યાં રાત રોકાય છે. પણ કર્મ સંજોગે એવું બન્યું કે રાતના સમયમાં બળદ ને ઝેરી જનાવર અડી જતા બળદ મરી જાય છે. સવારે ગઢવી જોવે છે. પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે. હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળી અને રાજુલા આવે છે. પણ તે વખતે ભોળા ધાખડા હાજર ના હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી આંયા ...