~ જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્યાઓ સાથે ઢોલી મીર અને અન્ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, વેણુના ઘુઘવતા જલ સામે ભકિતરસ પણ ઘુઘવે ભારતમાતાનાં કરકમલોમાં શ્રીફળ પેઠે સોહતું સૌરાષ્ટ્ર, સંતો, સતીઓ, સાવજો, શૂરાઓની ભલી ભોમકા છે. ખમીર, ખુમારી, ત્યાગ, ટેક, બલીદાન, સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે. સત્ને ખાતર હાથ, પગ, ધડનો ત્રિભેટો થઈ, ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ ધરતીએ આપ્યા છે. સૌરાષ્ટ્રનાં ગામે ગામ ખાંભીઓને પાળીયા હશે, સૌરાષ્ટ્રની બહાર આખી પૃથ્વી પર બીજે કયાંય નહીં હોય ! – આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાનાં પ્રતિક સમા જીવતા સ્થાનો આવેલા છે. જામનગર જીલ્લાના જામજોધપુરની ઉગમણી દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામ. પંખીનાં માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝારનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્યાત ટેકરી પર હાલ શ્રી બાવીસી માતાજીનું ભવ્ય મંદિર અને રળીયામણું પરીસર આવેલા છે. તો ચાલો જાણીયે આ બાવીસી ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks