વીર રામવાળાના દુહા અને સપાખરૂ ગીત ÷÷÷÷÷÷÷∆∆∆∆∆÷÷÷÷÷÷÷÷÷ ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ, પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા ! પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો, હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા ! પગ એક પાંગળો, અધર ભડાકો એક, (તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા ! ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે, તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા ! ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય, દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા ! ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ, ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત ! વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ, ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો ! શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર, તરપત કરી તરવાર, રગત પાઈને રામડા ! ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો, સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો ! અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે, ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા ! ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks