મુખ્ય સામગ્રી પર જાઓ

સરધારની સિંમોઈ (આઈ જીવણી)


આજ તો એવા કુળની વાત કરવી છે કે જેની જીભની એક જ ફૂંકે હિમાલય પણ હલી જાય અને આહીરોના ભાણેજ કહેવાતા એવા મીઠડા કુળની... અને એ કુળ છે ચારણ કુળ!
આણંદપુર ભાડલાની પાસે નાનું એવું પણ એક દિવસ બહુ મોટું નામ ધરાવતું વાઘેલા, ઝાલા, ખાચર અને જાડેજાની હકૂમત ધરાવતું સરધાર ગામ વસેલું છે, આ સરધારની પાસે આધીયા ગામના તળાવની પાસેના નેસડામાં ચારણો વસી રહ્યા છે અને સરધારની બજારોમાં કાળા મલીરમાં ગલગોટા જેવી ને ચંપાના ફૂલ જેવા ઉજળા વાનવાળી અને સપ્રમાણ ઘાટીલી દેહધારી ચારણયાણીઓ વારંવાર ઘી વેચવા આવતી અને ગામને દૂધ ઘીની કદી તાણ આવવા દેતી નહોતી રોજ સવારે ચારણયાણીઓના ઘમ્મર વલોણા સિંહની ડણકની જેમ ગાઉના ગાઉ સુધી ગાજતા સંભળાતા હતા .
આ નેસમાં ખાનદાન ચારણ ધાના નૈયા ( મેઘદાન) ભેસોનું જબરું ખાડુ રાખે છે અને તેની રખાવટ અને મીઠપના જેટલા વખાણ કરો એટલા ઓછા છે, આ ધાના નૈયાને ઘેર રૂડી મજાની એક દીકરી છે જેનું નામ છે જીવણી કે સિમોઇ જે રૂપરૂપનો અંબાર છે કે દાડમની કળી જેવા દાંત અને મખમલ જેવી પગની પાનીઓ, કાળી ભમ્મર આંખો, લાલ પરવાળાને શરમાવે એવા હોઠ અને પડછંદ વાહામાં ધુપેલ તેલથી મહેકતો કાળી નાગણ જેવો વાંભ જેવડો ચોટલો છે, જે કોઈ એકવાર જીવણીને નીરખી લે તે તેના રૂપને ભૂલી શકતો નહિ આવી તો એ રૂપાળી હતી.
પરંતુ ક્યારેક તો એમ લાગે કે ભગવાનને પણ આવા ઘરની ઈર્ષા થતી હશે તે ધાના નૈયા ગઢવીના ઘરવાળાને ભગવાને લાંબુ ગામતરું કરાવ્યું પણ ખાનદાન કુળનો ધાના નૈયા સ્વપ્ને પણ જીવણી સામે જોઈ બીજું ઘર કરવા લલચાયો નહિ અને બાપ દીકરી એક બીજાને સહારે જીવતરની નૈયા આગળ વધારતા રહ્યા હતા. આવા સમયે રૂડી કે કદરૂપી દીકરીનો બાપ એમ જ વિચારતો હોય કે આ દીકરીને સારું ઘર અને વર મળી જાય તો સારું નહીંતર બિચારીના કાયમ દુ:ખ જોવા રહ્યા.
પણ ધાના નૈયા ને ક્યાં ખબર છે કે મારે ત્યાં તો સાક્ષાત જોગમાયાનો અવતાર જ જીવણી છે. તે તેને થોડી ચિંતા કરવી પડે આઈ જીવણીના માગાં તો ઘણાય આવતા હતા પણ તેનો બાપ હજાર જાતના વિચાર કરી કોઈ ઉત્તર વાળતો નહિ એને બાપડાને ક્યાં ખબર હતી કે જીવણીએ તો બાપની સેવા કરવા કુંવારા રહેવાનું નીમ લઇ લીધું છે આથી જયારે જયારે સારા માગાં આવે ત્યારે આડકતરી રીતે ઇશારાથી સમજાવતી હતી કે બાપુ ચિંતા રહેવા દયો એ ઉપાધિમાં મારે પડવુ નથી.
સરધારના કિલ્લામાં મુસ્લિમ સુબો એવો બાકરખાન વસતો હતો તેની દ્રષ્ટિ એવી ભારે હતી કે તેની નજરે જે કોઈ રૂપવંતી જોબનવંતી ક્ધયા આવી ચડે તો તેનું તો આવી જ બન્યું અને સરધારની બહેન દીકરીઓ જરાય સલામત નહોતી ત્યારે આ બધા દુ:ખથી જીવણી પણ વાકેફ હતી.
એવામાં એક દિવસ જીવણીના પિતા ધાના નૈયા સરધારની બજારમાં ઘી વેચવા જવાના હતા ત્યારે જીવણી કહે બાપુ આજે તો મારે ગામમાં આવવું છે ત્યારે તેના બાપે કહ્યું હમણાં સરધારની બજારમાં નીકળવા જેવું નથી જીવણી કહે કેમ ? જાણતી હોવા છતાં અજાણી રહી શું ત્યાં કોઈ સાવજ દીપડો રહે છે, આપણે ચારણ તો દૈત્યોને મારનાર જોગમાયાના છોરું કહેવાઈએ, આપણને કોઈની બીક હોય. છતાં તેનો બાપ સરધારની બજારમાં આવવાની ના પાડે છે કે તારે નથી આવવું, આ સમયે જીવણી બોલ્યા હું એ બધુય જાણું છુ પણ હું તો આવવાની જ,ચારણની દીકરી કોઈ એવા બાકરખાનથી ડરે નહિ અને આપણી હારે સદાય જોગમાયા ભેળાં જ હોય. આથી ચારણ દીકરીની આવી હિંમત અને વિનંતીથી ગળી ગયો અને આઈ જીવણીને ભેગી લીધી આઈ કહે બાપુ ચારણના બાળ કોઇથી બીવે ખરા અને બાપ દીકરી ઘી ના કુડલા લઇ સરધારની દુકાને આવ્યાને ઘી જોખાવા મંડ્યા બરોબર એવા સમયે કાળી કાબરચીતરી દાઢી વાળો બાકરખાન નીકળ્યો અને તેની નજર આઈ જીવણી ઉપર થંભી ગઈ બાકરખાનને તરત જ વેપારીને પડકાર કર્યો કે કોણ છે આ ? તેને કેજો કે આજે મારે ઉતારે આવીને મળી જાય, આવું બનતા તો ગઢવી તો દિગ્મૂઢ બની ગયો ત્યારે આઈ જીવણીએ કહ્યું બાપુ તમે ચિંતા કરોમાં હું એ બધું સંભાળી લઈશ આવો ઉત્તર સાંભળતા બાપ તો વધુ ગભરાય ગયો કે અરે બેટા આ તું શું બોલે છે? જીવણી કહે બાપુ મારામાં વિશ્ર્વાસ છે કે નહિ? અમારી રખેવાળી તો જોગમાયા કરે છે. ચારણ કહે અરે બેટા તું સુબાને ઉતારે જા તો આપણી ચારણ નાત શું નું શું બોલે અને મારા જીવતરમાં ધૂળ પડી જાય, જીવણી કહે ના બાપુ એવું નહિ બને હું તો તમારો અવતાર ઉજાળીશ એમ કહી એતો બાકરખાનના ઉતારે જવા ત્યાર થઇ અને એ વાતના સમાચાર વાયુવેગે ફેલાતા બાઇઓ કહેવા લાગી કે અરે ભારે કરી હો આ ગોઝારણ જીવણી ઝેર ખાઈ મારી કેમ નો ગઈ અને કેટલાક વાત ડાહ્યાને સમજુ લોકો કહે જીવણીબેન છે તો સમજુ તો એ અણીશુદ્ધ બહાર આવશે અથવા જીભ કરડીને મરી જશે પણ ચારણ કુળને કલંક નહિ ચડવા દે.
બીજી બાજુ સુબા બાકરખાનને સમાચાર મળ્યા કે આઇ જીવણી આવી રહી છે ત્યાં તો તે ખુશખુશાલ થતો નવા નકોર ઝરિયન કપડાં પહેરી આંખમાં સુરમો આંજી અંગે અંગે અત્તર છાંટી જોશમાં આવી ગયો અને આઈ જીવણીને જોતા જ બોલ્યો કે વાહ શું તારા રૂપ છે ત્યાં તો આઈ બોલ્યા કે તને માત્ર રૂપ જ દેખાય છે કે બીજું કઇ જો સરખાયે જો જો ત્યાં તો બાકરખાનને સિંહણ જેવા તીણા નહોર વાળા આઈ લાગ્યા,એટલામાં તો આઈ જીવણીએ છલાંગ મારીને બાકરખાનના ગળાને બે હાથે દાબી દઈ પછાડી દઈ ઢસડતા ઢસડતા ઉતારા બહાર લાવ્યા અને તેને ઊંધો ફેક્યો અને એ સમયે બાકરખાન કરગરવા લાગ્યો અને પોતાની ભૂલનો એકરાર કરી પસ્તાવો કર્યો, ત્યારે આઈ તો સાક્ષાત માતાજી હતા તો તેણે દયા કરી વરદાન આપ્યું કે જા તું ઊંધા પીર તરીકે પૂજાઈશ. આઈના આ વરદાનથી લોકોએ તેને ઊંધીયા પીર તરીકે પૂજ્યો અને જેને ઉધરસ થઇ હોય તે આ બાકરખાનની માનતા માને અને જેવો દર્દી કબર સામે આવે એટલે તરત જ ઉધરસ મટી જાય એવી લોક માન્યતા છે. આજે પણ સરધારના કિલ્લાની રાંગે અડોઅડ બાકરખાનની કબર છે અને તેની સામેના ભાગમાં હાઈવેને કાંઠે આઈ જીવણી ઉર્ફે
સિમોઇ કે સિંહમોઈ માતાજીનું મદિર આ ઘટનાની યાદ આપતા ઊભા છે ને લોકો તેને માની રહ્યા છે.
જેના દુહા અનેક મળે છે કે ...
બાઈ તુહારો બોકડો, દકળો માંડ્યો દેખ,
સરધારવાળા શેખ, ઝાંપે ભરખ્યો જીવણી,
તળ સરધારે તાહળા, પેલા જે પવાડા,
શેક્યા વના સોળા, તું જમી ગઈ જીવણી,
કમતિયા નજરું કરે એના ભાંગીને કર ભૂકા,
બાકરના જ બુકા, તું જમી ગઈ જીવણી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...