મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જૂન 3, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિવ તાંડવ ગુજરાતી અનુવાદ

*જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે,* *ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્‌* *ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ* અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં. *જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી, વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ*  *ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં* અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. *ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુષરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે* ।  *કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ, ક્વચિદ્વિગંબરે મનો વિનો...