મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

માર્ચ 18, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાજભા ગઢવી

*રાજભા ગઢવી અને રાજા ચારણનો સંવાદ* રાજભા ગઢવીને એક દિવસ એની અંદર રહેલા રાજા ચારણે પુછ્યુ, "એ રાજભા... ઓળખાણ પડી?, એ તમને કવ છુ, રાજભા ઓળખો છો?," રાજભા એ પણ સાંભળ્યુ કે મારૂ બેટુ અંદરથી કોક અવાજ કરે છે, એટલે એણેય હોંકારો દીધો, " હા... ભા... જે માતાજી, ઓળખુ જ ને, તમે રાજા ચારણ, લીલાપાણી નેહ વાળા" પણ આટલુ સાંભળ્યુને ત્યાં તો ઓલા અંદરના રાજા ચારણને પણ મોજ આવી ગઈ હો..... એને પણ થ્યુ કે " ના... ના.... વિચારતો'તો એવુ કાંઈ નથી, હજી ઓળખે છે, એટલે ઉપાદી નથી" બેયે વાતુ ચાલુ કૈરી અને હું બેઠો બેઠો સાંભળતો હતો, હા બેય એટલે સાહિત્ય કલાકાર શ્રી રાજભા ગઢવી અને એની અંદર રહેલો કવિ રાજો ચારણ, રાજભા એ કીધુ કે " શું હાલે? મોજ ને?" રાજાએ જવાબ દીધો " અરે... શેની મોજ ભાઈ?, મોજ તો બધી ગઈ, આ તમે જે દિ મુકીને ગ્યા ને તે દિ થી મોજ શું ઈ ખબર નથી, વાત જ જાવા દયો, તમે ક્યો તમારે શું હાલે?" વાત કાપી નાખી એટલે રાજભા એ પછી સામુ નો પુછ્યુ કાંઈ, રાજભાએ જવાબ દીધો, " અમારે શું હોય? બસ જો પ્રોગ્રામ કરીયે અને હાલ્યે રાખે, આમથી આમ રોજ દોટુ દીધા કરી...

શ્રી હનુમાન ચાલીસા હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ

हनुमान चालीसा(हिंदी/English)*🙏🚩🙏🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 श्री गुरु चरण सरोज रज, निज मनु मुकुर सुधारि। बरनऊँ रघुबर बिमल जसु, जो दायकु फल चारि॥ बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुधि विद्या देहु मोहि, हरहु कलेस विकार॥ सद्गुरु के चरण कमलों की धूल से अपने मन रूपी दर्पण को स्वच्छ कर, श्रीराम के दोषरहित यश का वर्णन करता हूँ जो धर्म, अर्थ, काम और मोक्ष रूपी चार फल देने वाला है।स्वयं को बुद्धिहीन जानते हुए, मैं पवनपुत्र श्रीहनुमान का स्मरण करता हूँ जो मुझे बल, बुद्धि और विद्या प्रदान करेंगे और मेरे मन के दुखों का नाश करेंगे॥ *Having cleaned the mirror of my mind by taking the dust of lotus-feet of my preceptor, I narrate the pure glory of Sri Ram Chandra, the giver of the four boons - Dharm, Arth, Kaam and Moksha. Knowing myself to be ignorant, I remember Sri Hanuman, the son of Pavan who will bestow upon me strength, wisdom and knowledge, and will eradicate my miseries.* जय हनुमान ज्ञान गुन सागर। जय कपीस तिहुँ लोक उजागर॥१॥ राम दूत अतुलित बल धामा। अंजनि-पुत्र पव...

ગીરનો સિંહ

         લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા: હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય; સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ? કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય. હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા. ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ, સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ. ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ, વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ. પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ, ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ. મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ; ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ. કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે, સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે. સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહી; દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો. ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત, સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત. ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે, પડ લીધા પૃથ્વી તણાં, સોરઠને માથે. ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ; ...