આનંદ નો ગરબો 🙏🏻 આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા………………૧ અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા………………૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા…………………….૩ તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા……………..૪ નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા………………..૫ કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા……………..૬ મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા……………….૭ પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા…………………..૮ અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા……………….૯ રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા………………..૧૦ મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા……………….૧૧ અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા………………..૧૨ જશ તૃણ વત ગુણ ગા...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks