મુખ્ય સામગ્રી પર જાઓ

જીવા આપા આહીરની દાતારી જય મુરલીધર







જીવા આપા આહિર ની દાતારી
આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે.
તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છે વળી ઉદાર દિલના આયર એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા માણસ જેનું નામ સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિયો આવે છે. જેના વખાણની વાતું થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને ચારણ ને બળદની જરૂર છે. પોતાની પાસે એક જ બળદ છે. એટલે ભોળા આપા ધાખડા નું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરામાં આવી મળે છે. પછી વાત કરે છે. ત્યારે ભોળા આપા એ ચારણ ને બળદ આપ્યો. અને બળદ લઈ ચારણ ત્યાંથી નીકળી અને ધીરેધીરે હાલી અને રસ્તામાં મોભીયાણા ગામ આવે છે. ત્યાં પોતાની દીકરી આપેલા એટલે ત્યાં રાત રોકાય છે. પણ કર્મ સંજોગે એવું બન્યું કે રાતના સમયમાં બળદ ને ઝેરી જનાવર અડી જતા બળદ મરી જાય છે.
સવારે ગઢવી જોવે છે. પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે. હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળી અને રાજુલા આવે છે. પણ તે વખતે ભોળા ધાખડા હાજર ના હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી આંયા કાંય બળદ નું ખાડુ નથી કે તમને આપ્યા કરીએ હવે બળદ નથી આવું સાંભળતા ગઢવી નિમાણા થઈ અને ત્યાંથી નીકળી અને બરોબર બાંભણીયાના પાદર મા નીકળે છે.
સવારનો પોર છે. એમાં જીવા આપા આયર સામાં મળે છે. અને જય માતાજી કરે છે. એટલે ચારણ પણ જય માતાજી બોલે છે. પણ એના પગમાં જોર નથી. ઢીલા પગ છે મોઢા માથે ઝાંખપ છે. આ જોતા આયર જીવા આપા ગઢવીને વિવેક કરી પોતાની ડેલીએ લાવી કસુંબો બનાવી તૈયાર કરીને ગઢવીને પાય છે. પછી શાંતિ થી ધીરે રહી અને ચારણ ને પુછે છે કે કેમ ગઢવી તમે ઢીલા અને નિમાણા કેમ છો ત્યારે ચારણ કહે છે. આપા વાત કરવા જેવી નથી છતાં તમને કહું છું.
ત્યારે આયર જીવા આપા કહે છે. ગઢવી જે હોય તે તમે કહો .જો મારાથી થાય તેમ હશે તે મદદ કરીશ. ત્યારે ગઢવી વાત કરે છે. આવી રીતે બન્યુ શું કરવું આ સમય મા એવો કોણ દાતાર છે. જે મને બળદ આપે હવે બીજે ક્યાંય નજર પોગતી નથી.
ગઢવીની વાત સાંભળી એટલે તરત જ તેના હદય મા દુઃખ થયું ભારે કરી ગઢવી પણ કાંય વાંધો નહીં. જે થયું તે જીવા આપાને એમ થયું કે ગામના પાદર માંથી ચારણ નિરાશ થઈ જાય તો તો આયર ના આશરા ધર્મ ને ખોટ લાગે એટલે ચારણ ને કીધુ કે તમે એક કામ કરો. હું તમને રોકડા રૂપિયા આપું એટલે તમને ગોઠે એવો બળદ તમારા ગામ માંથી લય લેજો. તે સમયમાં એમ કહેવાય છે કે વીસ પચીસ રૂપિયા માં તો જોડ આવતી. એના બદલે જીવા આપા આયરે તે સમય માં એકાવન રૂપિયા તે ચારણ ને આપી અને રાજી કર્યા અને રજા આપી ત્યારે ગઢવીએ દુહો કીધો છે.
વાહ આયર દાતાર વાહ
                    
રિણુને રાજુલા તણો ફોગટ ફેરો થાત
જાજડો જોયા વિના એક જો જીવો જાત
અંગે આભૂરાણ ઓપતા રૂડા તાજીયા રૂપ
ભીડના ભાંગે ભૂખ જણસ વાળી જીવલા
શત શત નમન જય હો જીવા આપા ની જય મુરલીધર જય માતાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...