સૌરાષ્ટ્ર ના મહાન યુદ્ધ ભૂચરમોરી વિશે ની ભવિષ્યવાણી
આ યુદ્ધ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ નું સૌથી મોટું યુદ્ધ હતું . જેમાં એક શરણે આવેલા ને રક્ષણ આપવું એ ક્ષત્રિય ધર્મ છે એવું સમજી ને જામનગર ના જામ સતાજી એ બાદશાહ અકબર સાથે યુદ્ધ કર્યું હતું . આ યુદ્ધ માં જામનગર ના જામ સતાજી ,કુંડલા ના કાઠી લોમા ખુમાણ , જુનાગઢ નો નવાબ બાબી અને દિલ્હી ના બાદશાહ અકબર લડ્યા હતા.
આ યુદ્ધ એટલું વિકરાળ હતું કે ભૂચરમોરી ની જમીન આજે પણ લાલ છે , આશરે ૩ લાખ યોદ્ધા ઓ કામ આવ્યા હતા. જેમાં ૧ લાખ જાડેજા ભાયાતોની સેના ૧૩૫૦ ચારણો અને અઢી લાખ નું બાદશાહ અકબર નું શૈન્ય અને ૫૦ હજાર ની જુનાગઢ ની સેના હતી. (હલ્દીઘાટી ના યુદ્ધ માં ૨૨ હજાર રાજ્પુતો અને ૧ લાખ ની અકબર ની સેના હતી માટે ભૂચરમોરી નું યુદ્ધ કેટલું વિકરાળ હશે એ આપ અંદાજો લગાવી શકો છો ) ભૂચરમોરી ના યુદ્ધ પેહલા જે ભવિષ્યવાણી થઇ હતી તે નીચે મુજબ છે .
शेन लाख आजम सजे, कोको लाख फरेम ॥
आधलाख बाबी अचल, आढीलाख मळीया ऐम॥
ધ્રોલ ને પાધર રાત ને વખતે માંસાહારી પક્ષીઓ ના ખરાબ ભવિષ્ય ને સૂચવનારા અદ્ભુત શબ્દો થવા લાગ્યા . ધ્રોલ માં ભૂચર નામ નો રજપૂત રેહતો હતો . તેનું ધણ ધ્રોલ નજીક જે ધાર પર બેસતું હતું તે ધાર ઉપર રાતે કદી ના જોયેલા અને ભયંકર અવાજે બોલતા અદ્ભુત પક્ષીઓ ભૂચર એ જોયા . ૬ ઘડી રાત જતા પાંખો ના અવાજ થતા તે પક્ષીઓ ના મોઢા માણસો જેવા હતા અને શરીર પક્ષીઓ જેવા હતા ભયંકર ઉચાર કરનારા અને હાથીઓ ને પણ ઊંચકી સકે એવા કદ ના એ પક્ષીઓ હતા . તેઓ રાત ના ૪ પહોર રહી પરસ્પર વાતો કરી સુરજ ઊગ્યા પેલા અદ્રશ્ય થઇ જતા આવું વિચિત્ર ચિત્ર જોઈ ભૂચરએ સઘળી વાત દરબાર માં આવી જામ સાહેબ ને કરી. વાત સાંભળી જામ સાહેબ એ પંડિતો ચારણો અને જોશીઓ ને તેડાવી સઘળી વાત કરી તેનું કારણ પૂછ્યું .
સૌએ એ વિચાર કરી કહ્યું કે " આ સ્થળ એ મોટો સંગ્રામ થવો જોઈએ આ પક્ષીઓ ની ભવિષ્યવાણી થી સમજી છે કે મહાભારત કે રામાયણ જેવું કોઈ મોટું યુદ્ધ થવું જોઈએ . આ વાત સાંભળી જામ સાહેબ એ પક્ષીઓ ની વાત સમજી શકે તેવાને બોલાવી ને ભુચરની સાથે તે સ્થળ પર મોકલ્યો . તે કાગળ ને કલમ લઇ છુપાઈ ને બેઠો એવામાં છ ઘડી રાત જતા પક્ષીઓ આવ્યા અને આગમ ની વાતો શરુ કરી " વર્ષાઋતુ માં શ્રાવણમાસ ના કૃષ્ણ પક્ષ માં આઠમે આ સ્થળ પર માસ ના ધ્રુવ થશે , બાદશાહ તથા જાડેજાઓ ના દળ ચોમેર વાદળ ની પેઠે ચડશે , લોહી ની નદીઓ ચાલશે , બખ્ત્રો ની કડીઓ તૂટશે , તલવારું ના સપાટા થશે જોગણીઓ લોહી ના પાત્ર પીશે , શંકર રૂઢમાળા બનાવશે અપ્સરાઓ વીરો ને વરવા પુષ્પમાળા લઇ ઉભી રેસે. લડતા વીર રાજ્પુતો ને જોવા સૂર્ય પણ ઉભા રેસે , કેટલાક વીરો ના માથા પડશે ને ધડ ઘા કરશે ઘોડા ના ડાબલા થી ઉડતી રજ થી સુરજ પણ ઢંકાઈ જશે . વીરો માં કુંવર અજાજી બાદશાહી ફોજ ને લાડી ની પેઠે પરણી રણ માં સુસે. ૧૪ દીકરાઓ સહીત મહેરામણજી (હાલાજી) જેસો વજીર ,ભારાજી , ભાણજીદલ જેવા વીરો યુદ્ધ માં કામ આવશે , સવાર થતા તે પક્ષીઓ ઉડી અદ્રશ્ય થઇ ગયા
ઉપર મુજબ પક્ષીઓ ની ભવિષ્યવાણી પ્રમાણે સીદ્ધપુરુષે સઘળી હકીકત જામ સાહેબ ને બતાવી .
ઉપર જણાવ્યા મુજબ યુદ્ધ થયું શરણે આવેલા ને રક્ષણ આપવા માટે જાડેજા રાજ્પુતો કપાયા પણ શરણે આવેલા ગુજરાત ના સુબા મુજફ્ફર શાહ ને અકબર ને ના સોપ્યો ,
૧ લાખ જાડેજા ભાયાતો એ ૩ લાખ ની અકબર ની સેના સામે યુદ્ધ કર્યું ...જીતેલું યુદ્ધ કુંડલા ના લોમા ખુમાણ કાઠી અને જુનાગઢ ના નવાબ અકબર ની સેના માં ભળી જવા થી જાડેજા રાજ્પુતો હાર્યા . દગો થયો જાણી ને જાડેજા રાજ્પુતો અકબર ની વિશાળ સેના સામે લડતા રહ્યા . રાજ્પુતાનીઓ સતી થઇ જોહર કર્યા , વીર અજાજી પાટવી કુંવર હતા અને મીંઢોળબંધ હતા લગ્ન ના માંડવે થી માત્ર ૨૦ વરસ ની ઉમરે યુદ્ધ માં કામ આવ્યા .
નમ્યા કંઈક નરપતિ જે ધરી બેઠા તા ટેક ,
મીંઢોળ બંધો ફરી વળ્યો એવો અણનમ જાડેજો એક .
આજે પણ ભૂચરમોરી ના પાધર માં પાળીયાઓ ઉભા છે સતી માતાઓ ની ખાંભીઓ છે જે જાડેજા રાજ્પુતો ના શોર્ય ની સાક્ષી પૂરે છે .
જય માતાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો