🌞નરવૈયા(નાડોદા)રાજપુત🌞 વાઢેર કુંળની જનેતા: સતી સોનબા🚩 સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા "વાઢેર'' કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને "વઢેર'' તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર ટુંકમા જાણીયે કંમ્ધજથી રાઠોડ રાજપુત બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ; રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ તા.શખેશ્ર્વર મા છે. ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી. દેને "રાઠોડ" દોટ, માતની ખાતર મોભિયા.... તેમના વારસદાર રાઠોડ વીર પબાજી ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના સંકલ્પમા મક્કમ હતા તેમને વિચાર્યુ કે મારા પત...