મુખ્ય સામગ્રી પર જાઓ

ચારણ

પ્રશ્ન-ચારણો મા (ગઢવી) આટલા બધા માતાજી નું અવતરણ થવાનું કારણ શું બીજું ચારણો ભગવાન શિવ સાથે દેવ લોક મા રહેતા હતા  પ્રૃથુ ભગવાન પૃથ્વી પર આવ્યા.... પણ તેવો ગમે ત્યારે દેવ લોક મા જઇ શકતા હતા તે કાયમી પૃથ્વી વાસી કેમ બની ગયાં
   
વિગત-  જયારે ચારણો  પ્રૃથુ મહારાજ સાથે પૃથ્વી પર આવ્યા ત્યારે ચારણો માતાજી ને પ્રાર્થના કરતાં કહયું કે માતાજી પૃથ્વી ઉપર અમો તમને નહી જોઈ શકીએ   કે  દશઁન નહીં કરતા કે  તમારું સ્મરણ કે નિવેદ ન કરી શકતાં આત્મ રક્ષણ નહીં કરી શકીએ તમારા વગર અમો સદા પૃથ્વી ઉપર બેચેન રહીશું અહિં તમારી સાથે રહેવાથી ઊપર મુજબ દરેક વાતે કોઇ કમી નથી માટે આ પ્રશ્ન ના હલ રૂપે તમો કોઇ ને કોઇ વાતે અમારા સાથે રહો તેવો ઉપાય  કરો તો અમો પૃથ્વી ઉપર જવા રાજી થઇએ  ચારણો નો ભાવજોઇ માતાજી રાજી થયા  ચારણો ને પાંચ વસ્તુ સાથે વિદાય આપી
(1) કામળી- લોબળ-ધાબળી(સાક્ષાસાત મારુ સ્વરુપ સમજવું ) તમો ઘર પુજા સ્થાન શરીર ઉપર રાખી શકસો તેથી હુ સદાય તમારી સાથે અહી છુ તેવું લાગશે માટે ચારણો ધાબળી ને તે દિવસ થી આજ સુધી સંયમ શક્તિ માતાજી ના સ્વરુપે માંને છે તે ધાબળી સંયમ માતાજી દેવ લોક થી ચારણો ને આપેલ તે શક્તિ રૂપે છે
(2) કાળા- તલ તે માતાજી એ આપેલ તેનો ઉપયોગ માતાજી ના નિવેદ પ્રસાદી રુપે કહ્યું હતું મુખ્ય પ્રસાદ આજે પણ કરે છે
(3) નાગહણાઇ લાકડી પોતાના આત્મ રક્ષણ માટે નાગહણાઇ લાકડી આપેલ  તે  લાકડી સામાન્ય લાકડી જેવી હોય પણ જયારે રક્ષણ ની જરૂર પડે ત્યારે તે માતાજી ના સ્મરણ થી તે નાગહણાઇ  બની જતી તેથી તે દિવસ થી  ચારણો આત્મ રક્ષણ આજ સુધી ( હાલમા જુનાં માણસો હાથ માં લાકડી રાખે છે)
ઉદાહરણ તરીકે મેઘાણી ના ચારણ કન્યા ના  પ્રસંગ ઉપર થી સાબિત થાય છે કે ગીર ના જંગલ માં હિરબાઇ  એ લાકડી થી સિંહ ને ભગાડયો હતો
(4) માદળ નામ નુ વાજીંત્ર-પોતાના નિજાનંદ માટે તથા માતાજી ને રાજી કરવા માદળ નામ નુ વાજીંત્ર આપેલ તેના થકી પોતે તથા માતાજી ને  તેના સૂર વગાડવાથી રાજી થતા અને માતાજી ને રાજી કરતા તે વાજીંત્ર ને માદળ કહે હાલ ચોટીલા પાસે ખાટડી ગામે માતાજી ના મંદિર માં છે તેવુ વડિલો નું માંનવુ છે ચારણબાઇઓ ચરજ મા "મધુરાહી માદળ વાગે ઘેરા ત્રબાળુ ઢોલ વાગે બિરાનહાક વાગે " આવુ ચરજ મા ગાય છે
(5) અફીણ નામનો પદાર્થ પૃથ્વી ઉપર શારીરિક - માનસિક - તકલીફ - બેચેની- બિમારી - ઉદાસી ના નિવાકરણ માટે અફીણ નો ઉપયોગ કરતા આજે પણ ડાયરા મા સારા કે ખરાબ એમ બને પ્રસંગ મા કાવા- કંસુબા પિવા કે પિવરાવાનો રિવાજ છે ગઢવી ખાસ દરબાર તથા કાઠી ડાયરો  અફીણ કંસુબા ને પ્રહેલા ગઢવી મિઠો કરાવે છે અફીણ કેવી રીતે બન્યું તે વખત ની વાત અહિંનાગ ના મુખ માથી નિકળેલ ફીણ તથા ધંનવંતરી કાંઈક વસ્તુ ભેળવી બનાવેલ ગોળી ઓ  તો તે ઉપર થી અફીણ નામ આવ્યુ છે તો ચારણો સાથે માતાજી આશીર્વાદ તરીકે આ પાંચ વસ્તુ
(1) કાળી કામળી (2) કાળા તલ
(3)નાગહણાઇ લાકડી(4) માદળ વાજીંત્ર (5) અફીણ
બીજી વાત ચારણો નુ પૃથ્વી વાસી બનવાનું કારણ દક્ષ રાજાના યજ્ઞ મા શિવ ને આમંત્રણ ન હતું  પરંતુ માતાજી ની ઇચ્છા જવાની હતી તેમનાં મુખ ઉપર થી દેખાય આવતાં ભગવાન એ માતાજી ને યજ્ઞ મા જવા કહ્યું સાથે વિરભદ્ધ નામનાં ગણ સાથે ચારણો હતાં સાથે માતાજી ના રક્ષણ માટે કાંઇક વિચિત્ર પ્રસંગ ન  બને તેવું શિવ ના નજર મા દેખાતા ભગવાન એ માતાજી સાથે વિરભદ્ધ ના સૈનાપતી પદ નિચે ચારણો ત્યાથી દક્ષ રાજા ના યજ્ઞ મા આવ્યા ભગવાન એ વિરભદ્ધ ને કહ્યું હતું કે કાઇ અઘટિત બને તો શાંતિ રાખવી વધારે કાંઇ જણાય તો યુદ્ધ કરવું સતિ ને કાંઇ આંચ ન આવે તેનો ખયાલ રાખવો દક્ષ ને અપમાનિત કરવા મૃત્યુ દંડ ન આપવું તથા વિરભદ્ધ ને શિવે જે  સમજાવ્યું તેથી કાંઇ વધારે ન કરી બેસે તેનુ ધ્યાન રાખવા ચારણો ને સમજાવ્યું વિરભદ્ધ નુ ધ્યાન ચારણો એ  રાખવું આવી જવાબદારી ચારણો ને આપી પણ  શિખામણ કાંઇ કામ ન આવી તે દક્ષ સભા મા શિવ નુ આસન ન ભાળતા માતાજી અને પિતા દક્ષ વચ્ચે બોલા ચાલી કે રક જક થતા   માતાજી એ દક્ષ ના યજ્ઞ મા માતાજી નુ જીવીત શરીર સાથે ઝિકી દીધું પછી આ ક્રોધ મા વિરભદ્ધ એ  દક્ષ નુ માથુ કાપી નાખ્યુ પછી યુદ્ધ થયું આ વાત બધા ને ખબર છે પછી ભગવાન શિવ યજ્ઞ મા આવ્યા વિરભદ્ધ ને શ્રાપ આપ્યો કે તમો એ મારી વાત થી વિરૂદ્ધ આચરણ કરતા હે વિરભદ્ધ પથ્થર-શિલા બની જા પછી વિરભદ્ધ એ શ્રાપ ના નિવારણ માટે પ્રાર્થના કરતાં કહયું કે આનો ઉપાય કરો તયારે
ભગવાન એ ભારત ના છેલ્લા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ના યુધ્ધ મા કવિ ચંદ બરદાઇ ના સામે  શિલા ફાટશે તમારું મુળ સ્વરુપ વિરભદ્ધ નુ થાશે અને ચંદ અને  વિરભદ્ધ ના સ્વાદ રુપે પૃથ્વીરાજ રાસો નામનુ પુસ્તક નુ સજઁન થયું જે ભારત ની ભવિષ્ય વાણી તરીકે જોવાઇ છે  પછી ભગવાન એ ચારણો ને શ્રાપ આપતાં કહ્યું કે   વિરભદ્ધ ને સમજાવવાનું કામ તમારું હતું તમ  તેમ ન કરતા કે  નિષ્ફળ રહેતાં તમને હુ શ્રાપ આપુ છુ કે તમો હવે પછી કાયમી માટે પૃથ્વી વાસી બની જાવ હવે પછી તમો દેવ લોક કે તમારાં માતાજી થી કાયમી વંચિત બની જાવ હવે પછી તમો સંયમ કોઇ દિવસ દેવ લોક નહીં આવી શકો તે દિવસ થી ચારણો કાયમી માટે પૃથ્વી વાસી બની ગયાં અને દેવ લોક બંધ થઈ ગયું પછી ચારણો એ માતાજી ને પ્રસન્ન કરવા માટે એટલી ભક્તિ- તપ -સ્તુતિ-પ્રાર્થના કરી એટલે માતાજી ને  પ્રસન્ન કરયા માતાજી પૃથ્વીવાસી ચારણો ઉપર પ્રસન્ન થઇને મને બોલવા વિષે કારણ કહો ચારણો એ સ્વગઁ લોક મા માતાજી ના દશઁન માટે ભગવાન જે શ્રાપ આપ્યો છે તેનો નિકાલ કરી ને દેવ લોક  મા અગાઉ મુજબ આવવા અને રહેવા માટે વિનંતી કરી ત્યારે માતાજી કહ્યું કે ભગવાન વિરુદ્ધ કાયઁ ન કરી શકું કારણ કે તે ભગવાન છે વળી મારા પતિ છે વળી  ભગવાનો તમને શ્રાપ છે અને તમો મારા બાળકો-પુત્ર છો ભગવાન એ ભલે તમને દેવ લોક મા કે માતાજી ને મળવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે પણ મને કાંઇ પૃથ્વી ઉપર ચારણો ને ઘેર-ઘેર, કુળે_ કુળે , ખોરડે - ખોરડે, નેહે- નેહે ગામડે - ગામડે, આવવાની થોડી કાંઇ બંધી કે પ્રતિબંધ છે કે  શ્રાપ છે માટે હે ચારણો ભગવાન એ ભલે  તમારા દેવ લોક ના દરવાજા બંધ કર્યા પણ મને તમારે ઘેર-ઘેર જન્મ લઇને કાંઇ બંધન નથી માટે જગત છે ત્યા સુધી ગામે-ખોરડે-પ્રદેશે એક સાથે અનેક સ્વરુપ એ તમારા ત્યા જન્મતી રહીશ માટે માતાજી ના વરદાન રૂપે પૃથ્વી વાસી ચારણો ને ત્યા દેવલોક એ માતાજી લોક પૃથ્વી ઉપર બન્યો છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...