મુખ્ય સામગ્રી પર જાઓ

સતી સોનબા

🌞નરવૈયા(નાડોદા)રાજપુત🌞

 વાઢેર કુંળની જનેતા: સતી સોનબા🚩

સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ

કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા "વાઢેર'' કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને "વઢેર'' તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર   ટુંકમા જાણીયે   કંમ્ધજથી રાઠોડ રાજપુત 

બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ
ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ;

રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા  (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ  તા.શખેશ્ર્વર મા છે. 

ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી.
દેને "રાઠોડ" દોટ, માતની ખાતર મોભિયા....

તેમના વારસદાર રાઠોડ વીર પબાજી  ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના  સંકલ્પમા મક્કમ હતા  તેમને વિચાર્યુ કે મારા પતિની ઈચ્છા હતીકે મને પુત્ર થાય . ભગવાન શિવજી ની કૃપાથી મારી કુખમા બાળક છે.આવા તેજસ્વી બાળકને મારવાના બદલે કૂખ વાઢીને તેનો જન્મ આપુ તો મારા વીરગતી પામેલા પતિ પબાજીના આત્માને શાંતિ મળે તેથી સતી સોનબાએ શિવાલયના ગર્ભગૃહમા જઈ પોતાનુ પેટે કટાર નાખી પેટ ચીરીને બાળકને જન્મ આપયો  પછી પતિથી છેટુ ન પડી જાય અને તેમની પાછળ સતી થયા સંતીત્વ ની જવલંત જ્યોત ઝળહળતી રાખી સમસ્ત નાડોદા રાજપુત સમાજને દિપાવનાર પરમાર ની દિકરી અને રાઠોડ ની કૂળવધુ સતી સોનબા

તેમની સ્મૃતીમા સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા નજીક કચ્છના નાના રણમા ઝિલાંણદ નામની ધાર્મિક જગ્યામા સતી સોનબાનો પાળિયા તથા છત્રી બંધાવ્યા. હાલ પણ એ ઐતિહાસિક શિવાલય છે.આ જગ્યાયે નાડોદા રાજપુત સમાજ ના વાઢેર કુળના લોકો શ્રધ્ધાભક્તિ દર્શનાથે આવે છે.તે સોનબાની તેજસ્વિતા અને પવિત્રતાની સાક્ષી પૂરેછે.

ધન્ય છે સતી સોનબાને જેમણે રાજપુત પરંપરા યશસ્વી રાખવા માટે સ્વનું બલિદાન આપ્યુ.🙏🏻

કાઢી કટારી કરગ્રહે, રાઠોડાણી સોન,
કર્યો કુખે વાઢ, વાઢી ને કીધો વેગડોજી

ચૂડલો પહેરૂ ઈનરો જીનરિ અખીયા લાલ પછી ભલે ને ઘડીક જ રહૂ સૂહાગણી મારો મનખો આખો ન્યાલ 

જુગ જુની વાતડીયુ વાતુ વસમી લાબી
ખપનાર તો ખપી ગયા પણ અમે જીવતા ખોડી ખાંભી

હવે મિત્રૌ અહી વાત એવી છે કે શુરવીર તો ખપવા નિકળ્યા તા અને ખપી ગયા
પણ સતી પોતાના પતી પાછળ જીવતા સતી થાય છે  
    🙏🏻આજ મારા દેશનુ વિરત્વ છે🚩

આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંત ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે🙏🏻🚩

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...