પાપ ભર્યો ગરવાપતિ, કહ્યું ન માન્યો કેણ, દેવી દુભાતે દિલે, વદતી નાગઇ વેણ *છંદઃ સારસી* મનખોટ મહિપત મેલ માજા,અમ ધરાં પર આવિયો, રજવટ તણી નહિ રીત રાજા,લાવ લશ્કર લાવિયો, હું ભીન ભા તું પુણ્ય પાજા,ધરણ કાં અવળી ફરી નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી જીય હરણ દુઃખ હરજોગરી....(૧) ક્ળરૂપ ધ્રાપ્યોં નહિં ક્ટકેં,ધરાપત ગરવા ધણી, લાંધણ્યો સાવજ કેમ લટકે,ભરખ કરવા તૃણ ભણી, દળ અક્ળ મોક્ળ-દણિ અણાં પતિ! જો વિચારી મન જરી નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી જીય હરણ દુઃખ હરજોગરી....(૨) દશકંધ રા મન હાલ દેખ્યે, વિઠલે વૃંદા ચળી, ભડ ભોગ ભૂપત નો ભૂંડા, હવે મા તણે શર માંડળી! વળ બાપ પાછો તાપ ત્યાગી,પાપ મન નુ પરહરી નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી જીય હરણ દુઃખ હરજોગરી....(૩) કર ખડગ મંડળિક બોલ ક્ફરાં, વચન ધક અવળી વળી, અણ સમય બુઢ્ઢી તણે અંગે,કોપ જવાળા પરજળી, ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks