કૃષ્ણચરિત્રના દુહા
કવી :- ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા
( લાલકા )
( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ,
વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા...
( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે,પંડયની પથારીએ,
કુબજાને કુબે કાંઉ, સખ વાહયા શામળા...
( 03 ) પગ બટુકી, ટૂંકી નળી, લમણે ઝાઝી લીખ ;
એથી તો ભલા ઉધરા, ભવો માગીએ ભીખ...
( 04 ) ભલી હોય ભંગડી, સરાયે ઇથી સરદાર ;
કાળીશે કીરતાર, સાપેય સુંઘે નઇ શામળા...
( 05 ) કાળીને પરણે કમળ ! વરવી ને ટૂંકા વાળ ;
( તું ) ખરો ખેતરપાળ, સાચું ભણું છું શામળા...
( 06 ) પદમણ રાધા પરવરી, કુબજા વશ થયો કાન ;
ભૂલી ગયો ભગવાન, સંબંધ રાધાનો શામળા...
( 07 ) મથુરાં જઇ તું માલતો, કેતાય વૈભવ કાન ;
( અને ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ માસીનો શામળા..
( 08 ) મથુરાં જઇને મા'લતાં, કુબજા વશ થયો કાન,
( વળી ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા...
( 09 ) પારથ ને ભીષમપિતા, જૂટયા બે જબરાણ ;
( ત્યારે ) ભૂલી ગ્યો ભગવાન, સત નિજ વચન શામળા...
( 10 ) મારા ગુના, માધવા ! જા ભૂલી જદુરાણ ;
( તો ) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા...
( 11 ) સોળ સેં ગોપી સામટી, ( તોય ) બ્રહ્મચારી ભણાય ;
( વળી ) ગોપીનાથ ગણાય, ( એનું ) શું કારણ છે ? શામળા...
( 12 ) ભાગેડૂ તું ભૂધરા, લૂંટારો તું લખવાર ;
( તો'ય ) કેવો પડે કિરતાર, શું કારણથી ? શામળા...
( 13 ) ધાગા સાટે ધૂપતીને
( તેં ) સાવટ પૂર્યા ચીર ;
( એવો ) વેવારૂ છો વીર, સાચો શેઠ તું શામળા...
( 14 ) ( મારી ) અંતવેળાએ એંકલો, નટવર આવીશ ના ;
મોળી રાધા મા, સાથે લાવજે શામળા...
( 15 ) પ્યારા કાગળ પ્રેમનો, વાંચી તું વ્રજરાજ ;
આ અંતરઘટની આજ, સાંભળ્ય અરજી શામળા...
( 16 ) ગોકળીયું ગમતું નથી, જમના ખારી ઝેર ;
વાલા સાથે વેર, ( તેં ) સીદ કરાવ્યું શામળા...
( 17 ) ગોકુળમાં ગારા તણા, ઘર હતા ઘનશ્યામ ;
( હવે ) ધજબંધ સુવર્ણ ધામ, સાંપડયા તુંને શામળા...
( 18 ) મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર ;
મળતાં વેત મોરાર, ( તું ) છૂપયો અમથી શામળા...
( 19 ) ના આવી બાવા નંદની, મોબત તને મોઢાની ;
( આ ) લોભેય લોઢાની, છાતી કીધી તે શામળા...
( 20 ) ગોપ તળાવે ગોપીયું, ભેળીયું થયું ભગવાન ;
સી ( ચી ) ર હરેન શામ, સંતાઇ જાતો શામળા...
( 21 ) દામેણી ન દાગવી, મેં ઓધા માધા ;
શા સારૂં સગા, સામું ન જો શામળા...
( 22 ) સરગાપરનું શૈર, નસે ભાળ્યું નજરે ;
માધવ કરીને મૈર, ( તું ) સામો હાલ્ય શામળા...
( 23 ) ગોબર ભરેલી ગોપીયું, ( તે ) એના એઠા ખાધેલ અન્ન ;
માવા તારા મન, ( કોઇ દી ) મોટા ન હોય માવજી...
( 24 ) કૃષ્ણની જે બંદગી કરે, નર જીભાતે નાર ;
( એની ) દજડ જાય દરિયા પાર, સીંધના કેડે શામળા...
( 25 ) નંદને ઘેર નાથજી, અવતરીયાતા આપ ;
બાળપણમાં બાપ, ( કેદી ) સખણા રહ્યાં શામળા...
( 26 ) વાંસળીયે વળુંભતી, નવલખ ધેનું નાથ ;
( એની ) હરિવર તારે હાથ, શુધય લેતો નથી શામળા...
( 27 ) પગમાં ખલકનાં પતિ, જોને બળતીસાં ઝાળ ;
ભાળવા જાશ ભૂપાળ, શેત્રુંજાને શામળા...
( 28 ) મૈયારી થઇ મહી વેચવા, જાતી હતી જે ;
( એને ) આડફેરે આવી, સંતાપેલ તેં શામળા...
( 29 ) મામો સગો મારવો, કદી ઘટે ન કાન ;
ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા...
( 30 ) અધરાતે અવતર્યા, ભલકારે ભોપાળ ;
કંસ મામાનો કાળ, સ ભાણેજ તું શામળા...
( 31 ) વળતાને જાતા વાઢવા, જગભલ કરવા જેમ ;
માસીને મામો બેન, સંહાર્યા તે શામળા...
( 32 ) પાડા જોગણીયું પીયે, જેમ દશરે દહીવાણ ;
( એમ ) પૂતનાના પ્રાણ, સોસે ગયો શામળો...
( 33 ) એને ને મારે આગલું, વચન હતું વેર ;
મનમાં આણી ન મેર, પૂતનામાસીની પાલરવ...
( 34 ) રૂખમણી ને રાધકા, નવરા દિની ઘડેલ નાર ;
દાસીને દરબાર, સુવા જાતો શામળા...
( 35 ) કડવા લાગે કૂડીયા, ભૂંડા લાગે ભા;
વાલા વિહામાં, સાચા બોલા શામળા...
ટાઇપ :- ગઢવી અમિતભા કે. પાલિયા
( રૂપાવટી )
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો