મુખ્ય સામગ્રી પર જાઓ

નાગબાઈ માતાજીનો સારસી છંદ

પાપ ભર્યો ગરવાપતિ, કહ્યું ન માન્યો કેણ, 
 દેવી દુભાતે દિલે, વદતી નાગઇ વેણ 

 *છંદઃ સારસી* 

 મનખોટ મહિપત મેલ માજા,અમ ધરાં પર આવિયો, 
 રજવટ તણી નહિ રીત રાજા,લાવ લશ્કર લાવિયો, 
 હું ભીન ભા તું પુણ્ય પાજા,ધરણ કાં અવળી ફરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૧) 

 ક્ળરૂપ ધ્રાપ્યોં નહિં ક્ટકેં,ધરાપત ગરવા ધણી, 
 લાંધણ્યો સાવજ કેમ લટકે,ભરખ કરવા તૃણ ભણી, 
 દળ અક્ળ મોક્ળ-દણિ અણાં પતિ! જો વિચારી મન જરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૨) 

 દશકંધ રા મન હાલ દેખ્યે, વિઠલે વૃંદા ચળી, 
 ભડ ભોગ ભૂપત નો ભૂંડા, હવે મા તણે શર માંડળી! 
 વળ બાપ પાછો તાપ ત્યાગી,પાપ મન નુ પરહરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૩) 

 કર ખડગ મંડળિક બોલ ક્ફરાં, વચન ધક અવળી વળી, 
 અણ સમય બુઢ્ઢી તણે અંગે,કોપ જવાળા પરજળી, 
 વૈરાટ રૂપે ઘાટ વધિઓ, આંટ ભાંજણ મદ અરિ 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૪) 

 મહિમાય એતક નાટ માંડ્યો,પાટ જૂનો પલટવા, 
 ખેચરી અવળો હાથ ખોલ્યો,થાટ અરધમ થંભવા, 
 વૈરી ધરાં પર ડાટ વાળણ, અણ વખતરી આકરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૫) 

 અસરણ સોરઠ પરે અણગળ,હેમરાં દળ હાલશે, 
 ક્લબાણ જૂને હુકળ કર, મહમદશાનાં માલશે, 
 રધુવીર મંદિર જિયાં રાજત,પીર તકિયા પરવરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૬) 

 ખટ માસમાં ખત્રિઆણીઓની,સઘટ ઓઝલ છૂટશે, 
 અરિ વિક્ટ ઉપરકોટ આખો, લા અલા કહી લૂંટશે, 
 પક્ડાઇશ તું હતભાગ્ય પાપી,દાઢિઓથી મન ડરી, 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૭) 

 ભૂંક્પ લાગ્યો તેદી ભેંકાર,ધૂંખળે ગરો ધહ્યો, 
 સુખ દિહણ શરણાં કાગ સેવત,દૈત્ય ભૂપતને દહ્યો, 
 હાલી હિમાળા ઉપરે,હું દેવ મટી ડાક્ણ ઠરી 
 નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી 
 જીય હરણ દુઃખ હરજોગરી....(૮)

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...