મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

શામળા ના દુહા

કૃષ્ણચરિત્રના દુહા કવી :- ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા ( લાલકા ) ( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ, વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા... ( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે,પંડયની પથાર...

કાઠી ક્ષત્રિય સમાજ ના દાતાર ભગત અને શૂરવીર

કાઠી ક્ષત્રિય સમાજ ના દાતાર ભગત અને શુરવીરો ની યાદી 1  વીર ચાંપરાજ વાળા  (જેતપુર ) 2  ભાણ ખાચર  (ભડલી) 3  ઉગા ખાચર  (સારંગપુર) 4  મેરામ ગોવાળિયા (સજેલી-વજેલી) 5  જેઠા ગોવાળિયા 6  ભોકા ...

ધર્મ સંસ્કૃતિ

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્ર...

જગદગુરુ શંકરાચાર્યની વાત

*🙏મોજીલો ચારણ🙏*          *|| ભવાન્યઅષ્ટક ||* *|| રચના: આદિ ગુરુ શંકરાચાર્ય ||* *મિત્રો આજની રચના જે વાત એક વખત આદિ શંકરાચાર્યજી મહારાજ ભ્રમણ કરી રહ્યા હતા ફરતા ફરતા આજની જે વૈષ્ણોદેવ...

શિવ તાંડવ ગુજરાતી અનુવાદ

*જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે,* *ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્‌* *ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ* અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં. *જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી, વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ*  *ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં* અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. *ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુષરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે* ।  *કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ, ક્વચિદ્વિગંબરે મનો વિનો...

બાવીસી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ

~ જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્‍ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્‍યાઓ સાથે ઢોલી મીર અને અન્‍ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, વેણુના ઘુઘવતા જલ સામે ભકિતરસ પણ ઘુઘવે  ભારતમાતાનાં કરકમલોમાં શ્રીફળ પેઠે સોહતું સૌરાષ્‍ટ્ર, સંતો, સતીઓ, સાવજો, શૂરાઓની ભલી ભોમકા છે. ખમીર, ખુમારી, ત્‍યાગ, ટેક, બલીદાન, સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે. સત્‌ને ખાતર હાથ, પગ, ધડનો ત્રિભેટો થઈ, ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ ધરતીએ આપ્‍યા છે. સૌરાષ્‍ટ્રનાં ગામે ગામ ખાંભીઓને પાળીયા હશે, સૌરાષ્‍ટ્રની બહાર આખી પૃથ્‍વી પર બીજે કયાંય નહીં હોય ! – આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાનાં પ્રતિક સમા જીવતા સ્‍થાનો આવેલા છે.  જામનગર જીલ્લાના જામજોધપુરની ઉગમણી દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામ. પંખીનાં માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝારનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્‍યાત ટેકરી પર હાલ શ્રી બાવીસી માતાજીનું ભવ્‍ય મંદિર અને રળીયામણું પરીસર આવેલા છે. તો ચાલો જાણીયે આ બાવીસી ...