*🙏મોજીલો ચારણ🙏*
*|| ભવાન્યઅષ્ટક ||*
*|| રચના: આદિ ગુરુ શંકરાચાર્ય ||*
*મિત્રો આજની રચના જે વાત એક વખત આદિ શંકરાચાર્યજી મહારાજ ભ્રમણ કરી રહ્યા હતા ફરતા ફરતા આજની જે વૈષ્ણોદેવીની પીઠ છે તે બાજુ આવી પહોંચે છે અને તે સમયે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે તેથી વૈષ્ણોદેવીની ગિરી કંદરાઓમાં આરામ કરવા રોકાય છે*
*તેવે સમયે અનરાધાર વરસાદ ચાલુ થાય છે પંદરેક દિવસ સુધી શંકરાચાર્યજી તેના શિષ્ય સાથે ત્યાં રહે છે એક તરફ સ્વાસ્થ્ય અત્યંત ખરાબ હોય છે અને બીજી બાજુ વરસાદના કારણે પંદર દિવસથી ખાવા માટે અન્નનો દાણો પણ મળ્યો ન્હોતો*
*શંકરાચાર્યનું શરીર નબળુ પડી જાય છે ઉભુ થવાની શક્તિ પણ રહેતી નથી તે સમયે ગીરના નેસડામાંથી એક મહીયારણ ગોરસ વેચવા નીકળી હોય છે તે મહીયારણનો સાદ સાંભળી શંકરાચાર્યજી પોતાના શિષ્યને કહે છે કે જા એ મહીયારણ પાસેથી થોડુક ગોરસ લઈ આવ*
*શિષ્ય જાય છે અને મહીયારણને કહે છે કે મારા ગુરુજી માટે ગોરસ લેવા આવ્યો છુ*
*મહીયારણ કહે છે કે હું તો જેને જરુર હોય તે લેવા આવે તો જ ગોરસ આપુ છું જા તારા ગુરુને કહે કે જાતે આવીને ગોરસ લઇ જાય*
*શિષ્ય શંકરાચાર્યજી પાસે જઇને કહે છે કે ગુરુજી મહીયારણ કહે છે જેને જરુર હોય તે આવે તો જ ગોરસ આપુ છું*
*શંકરાચાર્યજી શિષ્ય ને કહે છે કે જા તેને વિનંતી કર કે મારા ગુરુ બીમાર છે તેમનામાં શક્તિ નથી એટલે આવી શકે એમ નથી અને ગોરસ આપવા વિનંતી કરી છે*
*શિષ્ય મહીયારણ પાસે જઇને વાત કરે છે કે મારા ગુરુજી બિમાર છે તેમના શરીરમાં શક્તિ નથી એટલે આવી શકે તેમ નથી અને ગોરસ આપવા વિનંતી કરી છે*
*આટલું સાંભળી મહીયારણ ખડખડાટ હસવા લાગી અને કહે છે કે જા તારા ગુરુને કહે તે ક્યાં શક્તિ માં માને છે???*
*એ તો એકેશ્વરવાદ નો સિદ્ધાંત લઇને દુનિયાને ઉપદેશ દેવા નિકળ્યો છે*
*શિષ્ય શંકરાચાર્યજી પાસે જઇને વાત કરે છે કે તે મહીયારણ કહે છે તારો ગુરુ ક્યાં શક્તિ માં માને છે???*
*આ સાંભળી શંકરાચાર્યજી સફાળા બેઠા થઈને દોટ મુકે છે કે આ કોઇ મહીયારણ ન હોય આ તો હું જેનો વિરોધ કરુ છું તે અખિલ બ્રહ્માંડ ની જનેતા હોય મા જગદમ્બા હોય*
*શંકરાચાર્યજી દોડીને મહીયારણના પગમાં પડી જાય છે અને કહે છે હે માઁ*
*न जानामि दानं न च ध्यानयोगं*
*न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम्*
*न जानामि पूजां न च न्यासयोगम्*
*गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि*
*ભાવાર્થ: હે માઁ હું અબુધ કાંઇ જાણતો નથી મા હવે તો તુ જ મારી ગતી છો માઁ હું તો તારા શરણે છુ એમ કહીને મા ના ચરણે પડી શંકરાચાર્યજી મહારાજ માતાની અભ્યર્થનામાં ભવાન્યઅષ્ટકમ કહે છે જે ઉપર જણાવેલ પોસ્ટર મા છે*
*અદ્વૈતવાદના પ્રણેતા શંકરાચાર્યને પણ શક્તિને સ્વિકારવી પડી છે તો આપણી શું વિસાત છે???*
*विवादे विषादे प्रमादे प्रवासे*
*जले चानले पर्वते शत्रुमध्ये*
*अरण्ये शरण्ये सदा मां प्रपाहि*
*गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि*
👏👏👏👏👏👏👏👏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો