॥ જગદંબા સ્તવન ॥ ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...