મોળાકત વ્રત માં શા માટે દેદો કુટવામાં આવે છે..? નથી જાણ તો જાણો આ વાર્તા દ્વારા.
સુલતાન મહમદ બેગડાએ ઈ.સ. 1468 મા જુનાગઢ પર ચડાઈ કરતાં રા'માંડલીકે તેનો એક વિર પુરુષની જેમ મુકાબલો કરતાં જુનાગઢ નો કિલ્લો કબજે કરવાનુ કામ મહમદ બેગડા માટે ખુબજ કઠીન થય ગયું હતુ આથી કંટાળેલા કટ્ટરપંથી બાદશાહે સોરઠની પ્રજા પર અમાનુષી કેર કરવાનુ ચાલુ કરતા ખેતરો ઉભા પાક સાથે ગામોના ગામ સળગાવવા, લોકોના પશુધન તેમજ ઘરબાર લુટવા, મંદીરો તોડી લોકોને બે રહમ કતલ કરવી તથા જુવાન તથા કુંવારી કન્યાઓને ઉઠાવી લશ્કરના હવાલે કરવા જેવા અધમ અત્યારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઊઠી હતી આવા જોર જુલમ વચ્ચે મુસ્લિમો એ અર્થીલા (હાલનું લાઠી) કબજે કરી રૈયત પર અત્યાચાર આચરતા જે આડે આવ્યા તેને મોતને ઘાટ ઉતારી ગામ લુટ્યુ હતુ. અખાત્રીજના દિવસે અર્થીલા પર ચડી આવેલા મુસ્લિમોને આ સમયે અખાત્રીજના દિવસે આહિરો ના સમૂહ લગ્ન નો દિવસ હોય ગામમાં રહેતા કેટલાક આહિરો લગ્નમાં મા બહારગામ ગયા હોય મુસ્લિમ સેનાની જલાલુદીને લાઠી લુટી ગામની કુંવારી કન્યાઓને દરબારગઢમાં નિર્વિધ્ને પકડી પકડીને ભેગી કરતાં છોકરીઓ એ યવનોના અત્યાચાર સામે રોકકળ કરી મુકી હતી લાટી પર મુસ્લિમોના હુમલા થી અજાણ આહિર યુવાન દેદો પોતાના ઘોડા પર ચડી કેડે લટકતી તલવાર સાથે લાઠી ગામની ઉજ્જડ બજારમાંથી નવાઈ સાથે આગળ વધતાં તેના કાને દરબારગઢ માંથી સ્ત્રીઓ ના રુદન નો અવાજ સંભળાયો અવાજ સાંભળતાં દેદા આહીરે દરબારગઢની બારીમાંથી ડોકીંયા કરતી યુવાન કન્યાઓ પાસેથી તેમની આપવીતી સાંભળી એકલવીર દેદા આહીરે પોતાના ખંભાના જોરે દરબારદરબનો તોતીંગ દરવાજો તોડી મુસ્લિમ સૈનિકો ને મારી ભગાડી લાઠી ની બેન દિકરયું ને છોડાવી હતી દેદા આહીરની વીરતા ભરી વાતની જુનાગઢનો ઘેરી ઘાલીને પડેલા મહમદ બેગડાને જાણ થતાં તે કાળજાળ થતો જુનાગઢના રાજા રા' સાથે સમાધાન કરી લાઠી પર ચડી આવ્યો હતો લાઠીને ઘેરો ઘાલી પડેલા યવનસેના સામે દેદા આહીરે ગઢ માંથી બહાર નીકળી કેસરીયા કરતા બંને હાથથી તલવાર વીંઝતો દેદો આહીર અનેક મુસ્લિમોના માથા વાઢતા આગળ વધી રહ્યો હતો ત્યારે દુશ્મનો એ તેનુ માથુ વાઢતા તેનુ ધડ લડી રહ્યુ હતું. દેદા આહીરનુ ધડ લડતું જોય દુર હાથી પર બેઠેલો મહમદ બેગડો આ દ્રશ્ય જોઈ ભય પમતો સેના સાથે જીવ બચાવતો લાઠી ના પાદર માંથી ભાગ્યો હતો દેદા આહીરની વીરતા ભરેલી શહીદી પર આમેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ તેના રુણમાંથી મુક્ત થવા દર વર્ષે અષાઢી પુનમના દિવસે દેદો કૂટી આ અમર શહીદને શ્રદ્ધાંજલી આપે છે લાઠી ગામમા આવેલી દેદા આહીરની ખાંભી તથા માંડલીક મહાકાવ્ય આ વિર પુરુષની વિરતાની સાક્ષી પુરે છે
જય હો અમર શહીદ આહિરદેદા બાપા
જય મુરલીધર
આ ઇતિહાસ જયંતીભાઈ આહિર લેખીત પુસ્તક ''આહિર કથામૃત'' યદુવંશીઓનો ઈતિહાસ માંથી લીધેલ છે
🙏જયમુરલીધર🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો