*રાજભા ગઢવી અને રાજા ચારણનો સંવાદ*
રાજભા ગઢવીને એક દિવસ એની અંદર રહેલા રાજા ચારણે પુછ્યુ, "એ રાજભા... ઓળખાણ પડી?, એ તમને કવ છુ, રાજભા ઓળખો છો?," રાજભા એ પણ સાંભળ્યુ કે મારૂ બેટુ અંદરથી કોક અવાજ કરે છે, એટલે એણેય હોંકારો દીધો, " હા... ભા... જે માતાજી, ઓળખુ જ ને, તમે રાજા ચારણ, લીલાપાણી નેહ વાળા"
પણ આટલુ સાંભળ્યુને ત્યાં તો ઓલા અંદરના રાજા ચારણને પણ મોજ આવી ગઈ હો..... એને પણ થ્યુ કે " ના... ના.... વિચારતો'તો એવુ કાંઈ નથી, હજી ઓળખે છે, એટલે ઉપાદી નથી"
બેયે વાતુ ચાલુ કૈરી અને હું બેઠો બેઠો સાંભળતો હતો, હા બેય એટલે સાહિત્ય કલાકાર શ્રી રાજભા ગઢવી અને એની અંદર રહેલો કવિ રાજો ચારણ,
રાજભા એ કીધુ કે " શું હાલે? મોજ ને?"
રાજાએ જવાબ દીધો " અરે... શેની મોજ ભાઈ?, મોજ તો બધી ગઈ, આ તમે જે દિ મુકીને ગ્યા ને તે દિ થી મોજ શું ઈ ખબર નથી, વાત જ જાવા દયો, તમે ક્યો તમારે શું હાલે?"
વાત કાપી નાખી એટલે રાજભા એ પછી સામુ નો પુછ્યુ કાંઈ,
રાજભાએ જવાબ દીધો, " અમારે શું હોય? બસ જો પ્રોગ્રામ કરીયે અને હાલ્યે રાખે, આમથી આમ રોજ દોટુ દીધા કરી, આખી રાત ઉજાગરા કરી, સવારે ઘરે આવી, થાકેલા પાકેલા હોય, માંડ માંડ નીંદર આવે ત્યાં ઉઠવાનું, ટાણા-ટક વગર જમવાનું, અને પાછુ નીકળી જવાનું, કોક દિ રજા હોય, તો ઘરે પરિવાર હારે હોય, બાકી તો અમારા સાજીંદા હારે રેવાનુ અને મજા કરવાની."
આ સાંભળ્યુને ત્યાં તો અંદરના રાજા એ ખળખળ દાત કાઈઢા હો...
ઈ ક્યે, " કે'તો તો તને, કે રેવા દે, નથી જાવુ, નથી થાવુ કલાકાર, આંયા ગીરમાં રે, અને ઢોર ચાઈર, આયા શાંતિ છે, પણ તું વાત નો માઈનો ને?, હવે દખી થાશ ને?, બધુય સુખ છે, બંગલો છે, ગાડી છે, પણ નિરાત કેટલી છે?, આંયા કાંઈ ઉપાદી હતી?, મારે તો હજી કાંઈ ઉપાદી નથી, જો મોજથી રવ છુ."
પણ આ તો રાજભા હતા યાર, આને થોડો રાજો પહોંચે?
રાજભા એ તરત જ હસતા મોઢે જવાબ દીધો અંદરના રાજાને,
"ભાઈ રાજા.... સુખ માટે નેહડા નથી મેઈલા હો.... અને રાજભા ગઢવી થાવા માટે કે દુનિયાને દેખાડવા માટે પણ નેહડા નથી મેઈલા, નેહડા અને ગીર હાટુ જે પ્રેમ તે દિ હતો ઈ જ પ્રેમ આજેય છે, પણ મને થ્યુ કે આપણા દેશમાં લાખો યુવાનો છે, એને હવે જગાડવાની જરૂર છે, આપણો દેશ નોખી દિશામાં જાતો'તો, અને ઈ મારાથી નો જીરવાણુ, એના હાટુથી નેહડા મેઈલા છે, બાકી મારો કોઈ સ્વાર્થ હતો જ નય અને છેય નય, અને રાજા તને નો ખબર હોય તો કઈ દવ કે ગમે ઈ માણહને પુછી લેજે, કે આ રાજભાને કેટલુ અભિમાન છે? તને તરત જવાબ મળી જાહે, કોઈ દિ અભિમાન કૈરૂ જ નથી અને કરેય પણ નય, મને જે મઈળુ છે ઈ મારી મહેનતે મૈળુ છે, સારા કરમનું ફળ મૈળુ છે."
પણ આટલુ સાંભળ્યુને ત્યાં તો અંદરનો રાજો ઢીલો પડી ગ્યો હો, એનેય થઈ ગ્યુ કે " ના એલા વાત તો હાચી છે હો..."
પણ તોય એનાથી રેવાણુ નય, એટલે એણે તોય કીધુ,
"પણ રાજભા, તમને ખબર છે? તમારો વિરોધ કરવાવાળા કેટલા છે? તમે આગળ વધો છો ઈ ઘણાયથી જોવાતુ નથી, અને તને પાછો પાડવા હાટુ કેટલાય મથે છે, ઘણાયને તો નીંદર નથી આવતી રાઈતે, ઈ કાંઈ ખબર સે?"
હજી તો અંદરના રાજાની વાત ચાલુ જ હતી ત્યા જ રાજભાના મોઢા પણ જીણુ સ્મિત હતુ, એણે આખી વાત સાંભળી અને પછી હળવેક દઈને કીધુ, " ભાઈ, વિરોધ કરવાવાળા તો કર્યા કરે, કદાચ હું કાંઈ ખોટુ કામ કરતો હોત ને તો મારે બીવુ પડત, પણ હું કાંઈ ખોટુ કામ નથી કરતો, અને જો હું ખોટુ કામ કરતો હોતને તો આજ દેશના લાખો યુવાનો મારા ચાહકો નો હોત, અને મને કોઈ પુછતુ પણ નો હોત, હુંય તારી જેમ ગીરમાં બેસીને ઢોર ચારતો હોત, અને કવિતા લખતો હોત, આજ લાખો લોકોની ચાહના છે ને ન્યાથી જ મને ખબર પડી જાય કે હું ખોટો નથી, બાકી વિરોધ કરવાવાળા ભલેને કરે, એનાથી કાંઈ ફાટી નો પડવાનું હોય, ઈ એનુ કામ કરે, આપણે આપણુ કામ કરવાનું."
પણ પછી તો અંદરના રાજાનેય થઈ ગ્યુ કે ના ના આમા કાંઈ ખોટુ નથી, રાજભાની વાત તો સાવ સાચી છે, પછી ઈ કાંઈ બોઈલા નય ઈ ક્યે "હાલો મારા માલ ઢોર રેઢા છે હું જાવ છુ જે માતાજી"
રાજભા એ પણ જે માતાજી કર્યા અને કીધુ કે "આવજે કોક દિ જુનાગઢ ચા-પાણી કરવા, રોકાવા"
રાજાએ પણ હા.... પાડી અને કીધુ કે પાક્કુ,
એટલે હવે ઈ પાછા આવશે અને વાતુ કરશે અને હું સાંભળીશ ત્યારે જરૂર કહીશ,
ત્યા સુધી જય માતાજી, જય મોગલ...
ઘરનો ડાયરો
રાજાએ જવાબ દીધો " અરે... શેની મોજ ભાઈ?, મોજ તો બધી ગઈ, આ તમે જે દિ મુકીને ગ્યા ને તે દિ થી મોજ શું ઈ ખબર નથી, વાત જ જાવા દયો, તમે ક્યો તમારે શું હાલે?"
"ભાઈ રાજા.... સુખ માટે નેહડા નથી મેઈલા હો.... અને રાજભા ગઢવી થાવા માટે કે દુનિયાને દેખાડવા માટે પણ નેહડા નથી મેઈલા, નેહડા અને ગીર હાટુ જે પ્રેમ તે દિ હતો ઈ જ પ્રેમ આજેય છે, પણ મને થ્યુ કે આપણા દેશમાં લાખો યુવાનો છે, એને હવે જગાડવાની જરૂર છે, આપણો દેશ નોખી દિશામાં જાતો'તો, અને ઈ મારાથી નો જીરવાણુ, એના હાટુથી નેહડા મેઈલા છે, બાકી મારો કોઈ સ્વાર્થ હતો જ નય અને છેય નય, અને રાજા તને નો ખબર હોય તો કઈ દવ કે ગમે ઈ માણહને પુછી લેજે, કે આ રાજભાને કેટલુ અભિમાન છે? તને તરત જવાબ મળી જાહે, કોઈ દિ અભિમાન કૈરૂ જ નથી અને કરેય પણ નય, મને જે મઈળુ છે ઈ મારી મહેનતે મૈળુ છે, સારા કરમનું ફળ મૈળુ છે."
"પણ રાજભા, તમને ખબર છે? તમારો વિરોધ કરવાવાળા કેટલા છે? તમે આગળ વધો છો ઈ ઘણાયથી જોવાતુ નથી, અને તને પાછો પાડવા હાટુ કેટલાય મથે છે, ઘણાયને તો નીંદર નથી આવતી રાઈતે, ઈ કાંઈ ખબર સે?"

મિત્રો આ પોસ્ટ ગમે તો શેર કરજો
જવાબ આપોકાઢી નાખોHa hamir charan ha
જવાબ આપોકાઢી નાખોઆપણો જયાસધી વિરોધ થાયછે તયાસુધી આપણે પ્રગ્તી કરતા હોઈયે છીએ એટલે વિરોધીને શુભ ચિન્તંક કહેવાયછે
જવાબ આપોકાઢી નાખોજય રણછોડ ભા