*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*
👉🏻 આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લામ ગરાસિયાઓ ની આ ગામ મા હાક-ફાટ પણ વધારે એમા પણ પાછું એ સમયે ખંભાત મા નવાબ સરકાર એટ્લે ફર ના કહી શકાઈ. જો કોઈ બીજા વર્ણ ની બહેન-દિકરી નું સારુ રૂપ જોવાય જાય તો તે દિકરી ને જોર-જબરજસ્તી થી ઘરે થી જ ઉપાડી જાય ને પાછળ તેનાં માતા-પીતા ને નમણે હાથ દઈ ને બેસવું પડે મોલેસ્લામ ગરાસિયા સામું ઉંચી આંખ કરે તો તેમની તલવાર ના 'ઘા' ખાવા પડે. આટલી વરહડા ગામ મા ગરાસિયાઓ ની હાક વાગે.
👉🏻 આવા તામસી મગજ ના ફાટેલા મોલેસ્લામ ગરાસિયા ના ગામ મા " રૂપા અલગોતર " જેવો કોઈ મર્દ-મસીહો જન્મશે એવું કોઈએ સ્વપ્ન મા પણ દિઠુ નોહતુ.
👉🏻 રૂપો બાળપણ થી જ બળવાખોર ને જેટલો બળવાખોર એનાં થી વધારે સિહકાળઝાળ , એક વખત આંખ લાલ થાય એટ્લે સામે 'દસ' હોય કે 'પચાસ' બધા ને વેંતરે પાર થાય એવો સિહ મગજ નો રૂપો કહેવાય.
👉🏻 ભરવાડ ને તો ઈ પોતે રાજા , એની ગાયું એ એનો વૈભવ અને વન-વગડો એ એનું રજવાડું . આવી જ રીતે ધીમે - ધીમે વરહડા ગામ મા અલગોતર વંશ ના ભરવાડો ની વસ્તી રહેણાક માટે આવા લાગી. તેમાં રૂપો પણ તેનાં માતા-પિતા સાથે આવી પહોંચ્યો. તે વખતે રૂપો ખૂબ નાની ઉંમર નો એટ્લે મોટાભાગે તો કોઈ ગરાસિયા એને વર્તાવે નહીં. પરંતું જેમ-જેમ રૂપો યુવાની મા પોરવાતો હતો. તેમ-તેમ તે ભડ સાવજ થતો હતો.
👉🏻 હવે રૂપો ભડ યુવાન થઈ ચુક્યો છે. એનો પંડ બેઠી દડી નો અને એનાં કાંડા એકદમ ગોળ પણ જેવો બળવાખોર તેનાં થી વધારે હામ વાળો. રૂપા ની ગાયું આખા ગામ ની સિમ વચ્ચે ચરતી હોય ને ભુલ થી પણ કોઈ ગરાસિયાએ એની ગાયો ને હાકલ કરી હોય તો ત્યાં જ તે ગરાસિયા ને 'જોડા' મુકી ને ભાગવા ઉપર મજબૂર થવું પડે નહિતર રૂપો તેની લાશ ને ત્યાં જ ઠેકાણે કરી દે.
👉🏻 એ સમયે રૂપા ની હિંમત જોઈ ને ખંભાત ના નવાબે રૂપા ને પોતાનો ખાસ મિત્ર બનાવ્યો. બન્ને ભેગા થાય એટ્લે જોર-જોર થી વાતો કરે ને હાસ્ય કરે. ખંભાત ના નવાબ ને પણ રૂપા ની 'નસ' ખબર એટ્લે નવાબ પણ રૂપા સાથે જેવી-તેવી વાતો ના કરે. નક્કર નવાબ ને પણ ભડાકે થવું પડે. ખંભાત નવાબ ની કચેરી મા જેમ જ રૂપો અંદર આવે કે તરત જ તેનાં 'નામ' ખુરશી પડે.
👉🏻 એટલું જ નહીં પરંતુ વરહડા ગામ મા જો કોઈ મોલેસ્લામ ગરાસિયો કોઈ પણ વર્ણ ના લોકો ને હેરાણ-પરેશાન કરે ને જો કોઈ 'રૂપા' ને ફરીયાદ કરી દે. તો-તો ગરાસિયા આગળ ને ઘોડી લઈ ને રૂપો પાછળ. આથી ધીમે-ધીમે ખંભાત મા રૂપા ના નામ ના ડંકા વાગવા લાગ્યા. ખંભાત ની આજુ-બાજુ ના દરેક ગામ ના કાઠી,ભરવાડ,આહીર તેમજ દરેક વર્ણ મા રૂપા ભરવાડ ના વખાણ થવા લાગ્યા. ને એ સમય મા ખંભાત "નવાબ ગઢ" નહીં પરંતુ "અલગોતર ગઢ" તરીકે ઓળખવા લાગ્યું.
👉🏻 હવે એકલા 'રૂપા' થી આખું ખંભાત ધ્રુજવા લાગ્યું હતુ. રૂપો કાળી ઘોડી ઉપર સફેદ વસ્ત્રો પહેરીને , બે-ભડાકા વાળી બંદુક ખંભે ચડાવી , તલવાર કેડે લટકાડી , મૂછે વળ દઈ ને નીકળે એટ્લે પોતે 'કાળ' જાતો હોય એવું લાગે.
👉🏻 ખંભાત નવાબ ની કચેરી ના જમાદાર સાથે રૂપા ભરવાડ ની મિત્રતા ખૂબ વધારે હતી. રૂપા ને બીજા લોકો કરતા જમાદાર ઉપર વધારે ભરોસો આથી વધારે સમય રૂપો ખંભાત ની કચેરી મા જ જોવા મળતો.
👉🏻 એક વખત એક મોલેસ્લામ ગરાસિયાએ ભરવાડ ની દિકરી ની સીમ મા છેડતી કરી હશે. આ વાત રૂપા ના કાને દિકરી ના પિતાએ રડતા-રડતા મુકી ને પછી જોવા જેવું થયુ. રૂપા ની આંખો લાલ થઈ ગઈ ને તે જ સીમ મા તે જ મોલેસ્લામ ગરાસિયા ના કપાઈ ગયેલું માથું અને હાથ-પગ મળ્યા.
👉🏻 ત્યાર બાદ ઘણી વખત મોલેસ્લામ ગરાસિયાઓ એક જૂથ થયાં ને રૂપા ભરવાડ ધીંગાણૂ કર્યું પણ રૂપાએ અડધા ગામ ના ગરાસિયા ને વેંતરી નાખ્યા. માત્ર એટલું જ નહીં પરંતું જો કોઈ મોલેસ્લામ ગરાસિયો કોઈ ના ઘરે થી લૂંટ-ફાટ કરે અથવા તલવાર ના બળ ઉપર કોઈ ના ઘરેણાં ઉતરાવે આવી ને આ ફરીયાદ રૂપા ના કાને કોઈ નાંખે એટ્લે રૂપો પણ ધોળા દિ'યે એ ગરાસિયા ને ધમરોળી નાંખે. આવી રીતે લોકોમા અને ગામ પ્રજા મા પણ રૂપો એક મસીહો ગણાતો.
👉🏻 રૂપો પોતાની સાથે એક બંદુક રાખતો હતો. આખા ગામ ની હારે વેર ખટકતો હોવાથી રૂપો પોટલીયે જતો તો ત્યાં પણ બંદુક હારે લઈ ને જતો. ગામ ના કોઈ ચોક પાસે 10-15 મોલેસ્લામ ભેગા થયાં હોય ને ત્યાંથી નીકળવા મા દિકરીયું ને વહમુ પડી જાય એટ્લે ગામ ના એકાદ નાના છોકરાં ના હાથે રૂપાઆપા ને ચીઠી મોકલવામાં આવતી. ને રૂપા સુધી ચીઠી પહોંચે એટ્લે ઘોડી પર તે નાના છોકરાં ને આગળ બેસાડી ને આઘે થી બંદૂકો ના ભડાકા કરતો રૂપો પવનવેગે પહોચી જાતો. ને જયાં મૂછ મરડી ને નિશાન તાકે ત્યાં તો બધાં મિયા ના મીનદડા ગોળી થઈ જાય.
👉🏻 આમ શેરદિલ રૂપો ભરવાડ જયાં સુધી ખંભાત મા જીવ્યો ત્યાં સુધી લગભગ ગામ ના અઢીંસો-એક મોલેસ્લામ ને ઠેકાણે કરી નાખ્યા હતાં.
👉🏻 પરંતું હવે રૂપા ના પાપ નો પરપોટો ફૂટવાનો હતો. હવે તેનો સમય પાકી ગ્યો હતો. આજ ખંભાત ના 2000 મોલેસ્લામ ગરાસિયા ભેગા થયાં ને રૂપા નું બાવડૂ પકડી ને કચેરી મા લઈ ગયા ને કહ્યુ "અય રૂપલા હવે બંધ કરી દેજે તારી ખૂની રમત અને ખંભાત ના નવાબ ને રાજીનામા ની ચીઠી લખી ને ખંભાત મુકી ને હાલતો થઈ જાજે......" રૂપો હસવા લાગ્યો ને ખંભે બંદુક ચડાવી ને મૂછ મરડી ને બોલ્યો "તમ-તમારે હવે જયાં સુધી ઘોડા ના ડાબલા હાકવાં હોય નયા સુધી હાંકી લેજો બાકી આ 'આગા' અલગોતર નું લોહી કોઈ ની દાઢ મા નય સમાય....."
👉🏻 હવે મોલેસ્લામ સમજી ગયા હતાં કે "આ સાવજ ને ખૂટલનીતિ થી જ પતાવો પડશે નક્કર આવનારા સમય મા ખંભાત માંથી મોલેસ્લામ નું મૂળ કાઢી નાખશે." એટ્લે રૂપા ના ખાસ મિત્ર ખંભાત ની કચેરી ના જમાદાર ને મોલેસ્લામ ગરાસિયાઓ રૂપિયા ના ઢગલા બતાવી ને ફોડી નાંખે છે. ને એમ કહે છે "તુ રૂપા ના ઘરે આજે કસુંબો પીવા જા અને જેમજ રૂપો આડો-અવળૉ થાય એટલે એની બંદુક માંથી ગોળીયું કાઢી લેજે પછી ઘર ના ડેલા બાહર નીકળી ને ડેલો બે વખત ઠપકારજે એટ્લે અમે સમજી જાશું કે તે બંદુક માંથી ગોળ્યું કાઢી નાખી છે..ને પછી અમે રૂપા ને ભડાકે કરી દેશું....." જમાદાર ફૂટી ગ્યો ને તેને મોલેસ્લામ વચ્ચે એક સરત રાખી કે "ભડાકા કરતી વખતે ધ્યાન રાખજો કે રૂપો જીવતો બચી ના જાય નક્કર આપણે સૌવ કોઈ ને ભાગતા ભોં'ભારે પડી જાશે..... " મોલેસ્લામ ને કચેરી નો જમાદાર હવે એક થઈ ગયા હતાં.
👉🏻 સૂર્યાસ્ત નો સમય હતો રૂપો ફળિયા મા બેઠો સલમ ગગડાવતો હતો. અચાનક જમાદાર આવયો રૂપાએ મીઠો આવકાર આપ્યો. બન્ને ઘણુ બેઠા બાદ રૂપો બોલ્યો "હુ જરાક પેરણ બદલાવતો આવુ પછી આપડે કસુંબો પીવી" જેમજ રૂપો ઘર મા જાય છે તેમજ જમાદાર બંદુક માંથી ગોળીયૂ કાઢી નાંખે છે. આજ જમાદાર પહેલી વખત કસુંબો પીધા વગર જવાની લપ કરે છે. છેલ્લે રૂપો તેને કહે છે "સારુ ભઈ તારે ના પીવું હોય તો જા સુઈ જા જય ઠાકર" ને જમાદાર ડેલા ની બાહર નીકળી ને ડેલો બંધ કરતી વખતે બે વખત જોર-જોર થી ડેલો થપકારે છે રૂપા ને આજ અજુકતુ લાગ્યું કે તરત જ 2000 મોલેસ્લામ ઘોડા લઈ ને હવા-ભડાકા કરતા પવનવેગે આવે છે. આ આવાજ સાંભળી રૂપો કળી ગ્યો કે "આજ કોક નું માંડ્યું સે" જોતજોતાંમા તો રૂપા ના ઘર પર ને ડેલા પર ફાયરીંગ થવા લાગે છે રૂપો બંદુક ઉપાડિ સામે ગોળી મારવા જાય છે ત્યાં બંદુક ખાલી નીકળે છે હવે રૂપા ની આજુ બાજુ ભડાકા થવા લાગે છે.
👉🏻 રૂપો આમ તેમ ભાગવા લાગે છે ને હવે ઘર મા તલવાર લેવા દોડે છે કે તરત જ મોલેસ્લામ ઘર ની માથે ચડી ને ઉપર થી ફાયરીંગ કરવા લાગે છે. ને આખરે રૂપો ત્યાં જ 100 બંદૂકો ની ગોળીઓ થી વીંધાય ને પડી જાય છે. ગરાસિયા ને એમ કે હવે ઠાર થયો એટ્લે જૂથ માંથી એક ગરાસીયો બોલી ઉઠે છે "કાં..... રૂપા ..... આજ પતાયો ને....." ને એટલી ગોળી શરીર મા વાગી હોવાં છતાં પણ રૂપો બોલ્યો "હલકિ ના ખુટી ને માર્યો ને , સુ જો છો તારા બાપ ને , માર હવે....." ને ફરીથી 100 લોકોએ રૂપા ના મૃતદેહ ઉપર ભડાકા કર્યા. આમ રૂપો અલગોતરે તે વરહડા ગામ મા મોત મીઠુ કર્યું.
લિ.હાર્દિકભાઈ ભરવાડ
👉🏻 રૂપો ભરવાડ વરસડિયા (ગલાણી) કુળ નો અલગોતર હતો.
👉🏻 રૂપા ભરવાડ ના પિતા નું નામ આગા ભા અલગોતર હતુ.
1. વિપુલભાઈ ભરવાડ
Mo :- 8401163459
2. હમીરભાઈ ભરવાડ
Mo :- 80000 97975
3. સરતનભાઈ ભરવાડ
Mo :- 81409 35687
4. હાર્દિકભાઈ ભરવાડ
Mo :- 63537 42755
*ગૌપાલક યાદવ સંઘ,સુરત*
*🚩જય ઠાકર ધણી🚩*
Jay thakar
જવાબ આપોકાઢી નાખો