*ભગુડમાં બિરાજમાન માઁ મોગલ આઈ નો ઈતિહાસ* આઈ શ્રી મોગલ માઁ અને કામળીયા અટકના સોરઠીયા આહીરો આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા અટકના સોરઠીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા. જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks