મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વિર રામવાળાનાં દુહા અને સપાખરૂ ગીત

                  વીર રામવાળાના દુહા અને સપાખરૂ ગીત             ÷÷÷÷÷÷÷∆∆∆∆∆÷÷÷÷÷÷÷÷÷ ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ, પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા ! પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો, હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા ! પગ એક પાંગળો, અધર ભડાકો એક, (તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા ! ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે, તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા ! ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય, દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા ! ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ, ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત ! વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ, ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો ! શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર, તરપત કરી તરવાર, રગત પાઈને રામડા ! ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો, સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો ! અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે, ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !           ...

સરધારની સિંમોઈ (આઈ જીવણી)

આજ તો એવા કુળની વાત કરવી છે કે જેની જીભની એક જ ફૂંકે હિમાલય પણ હલી જાય અને આહીરોના ભાણેજ કહેવાતા એવા મીઠડા કુળની... અને એ કુળ છે ચારણ કુળ! આણંદપુર ભાડલાની પાસે નાનું એવું પણ એક દિવસ બહુ મોટું નામ ધરાવતું વાઘેલા, ઝાલા, ખાચર અને જાડેજાની હકૂમત ધરાવતું સરધાર ગામ વસેલું છે, આ સરધારની પાસે આધીયા ગામના તળાવની પાસેના નેસડામાં ચારણો વસી રહ્યા છે અને સરધારની બજારોમાં કાળા મલીરમાં ગલગોટા જેવી ને ચંપાના ફૂલ જેવા ઉજળા વાનવાળી અને સપ્રમાણ ઘાટીલી દેહધારી ચારણયાણીઓ વારંવાર ઘી વેચવા આવતી અને ગામને દૂધ ઘીની કદી તાણ આવવા દેતી નહોતી રોજ સવારે ચારણયાણીઓના ઘમ્મર વલોણા સિંહની ડણકની જેમ ગાઉના ગાઉ સુધી ગાજતા સંભળાતા હતા . આ નેસમાં ખાનદાન ચારણ ધાના નૈયા ( મેઘદાન) ભેસોનું જબરું ખાડુ રાખે છે અને તેની રખાવટ અને મીઠપના જેટલા વખાણ કરો એટલા ઓછા છે, આ ધાના નૈયાને ઘેર રૂડી મજાની એક દીકરી છે જેનું નામ છે જીવણી કે સિમોઇ જે રૂપરૂપનો અંબાર છે કે દાડમની કળી જેવા દાંત અને મખમલ જેવી પગની પાનીઓ, કાળી ભમ્મર આંખો, લાલ પરવાળાને શરમાવે એવા હોઠ અને પડછંદ વાહામાં ધુપેલ તેલથી મહેકતો કાળી નાગણ જેવો વાંભ જેવડો ચોટલો છે, જે ક...

પાળીયાનાં પ્રકાર

*પાળિયા ના પ્રકાર :* *ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, *થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો, *ચાગીયો:*  પત્થરોના ઢગલા, *સુરાપુરા:* અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. *સુરધન :* આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે. *યોદ્ધાઓના પાળિયા:* આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ. આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હ...

બચુભાઈ શ્રીમાળી રચિત માતાજીનું સપાખરૂ

॥ જગદંબા સ્તવન ॥    ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...

कविश्री दाद लिखित आवड़ माता का अद्भुत चारणी गीत

🌻आवड तुं उपरे आवे रे, बाइ तुने बाळ बोलावे 🌻चडी कां तो नींदना झोले, बोलावी बोलना बोले खपराळी आंख तो खोले रे, बाइ तुने बाळ बोलावे 🌻नानी एवी वातमां मां तुं, जापरुं शीद करती जा तु...

શત્રુ પરાજય સ્ત્રોત

💐 *बाइ आवीये संकटां पड्ये=चारणकवि श्री खोडीदान कीडीया द्वारा रचीत छंद-सपाखरुं* 💐 🙏🏻🙏🏻 *।। दोहो ।।* 🙏🏻🙏🏻 संकट विकट विनाशीनी,व्याधी विघन विडार सेवक की पुकार सुनी,वीसहथ्थी...

राजल माता (चराडवा)

    आई राजळ माता की कथा  श्री राज बाई का जन्म स्थान गुजरात के सौराष्ट्र धांगध्रा तालुका के चराडवा गाँव मै वाचाशाखा के चारण उदयराज के घर हुआ......वाचाशाखा के पुरुष और स्त्रिया वाग्देवी वाणी सरस्वती के उपासक थे ...इनकी वाणी की वचन सिद्धि प्राप्त थी और इसीलिए ये वाचा कहलाये ....गुजराती साहित्य के प्रसिद्द विद्वान पींगलसी परबतजी पायक द्वारा लिखित "पूज्य आई माँ सोनबाई माँ मातृदर्शन जीवन इतिहास संहिता" के अनुसार राजबाई का जन्म विक्रम संवत 1595 के माघ सुद शुक्ल पक्ष मै हुआ .....इनका जन्म लोकपुज्य देवी करणी माता के स्वर्ग धाम पधारने के लगभग 10 महीने बाद हुआ....इन्हें करणी माता की अवतारी देवी माना जाता है ....श् अकबर की समकालीन थी ....राजबाई ने 80 वर्ष की आयु प्राप्त की और विक्रम संवत 1676 में आप स्वर्ग धाम पधारी....श्री राजबाई आजीवन ब्रम्हाचारीणी रही...उनके पिता उदा वाचा महापुण्यशाली पवित्र आचरण वाले विद्वान्, भक्त, वचनसिद्ध, पुरुषार्थी और साधन संपन्न थे .. .पूर्व जन्म के कर्मो एवं जीवन की तपस्या के कारण ही उनकी पुत्री के रूप मै लोकदेवी राजबाई का ज...