મુખ્ય સામગ્રી પર જાઓ

અદભુત વાત

ફાટે પણ ફીટે નૈ
-*-*-*-*-*-*-*-

       સહિયારા સીમ - શેઢે માસિયાઈ બહેનો ઊભી રહીને વાતોએ વળગે એમ પાંચાળ અને ભાલના છેડા ઉપર ચંદરવા અને વેજલકા ગામ છે. બંને વચ્ચે લીલકા
નદી વહે છે . વેજલકા પાંચાળી ધરતીનું રેશમના ફૂમતા જેવું નાનું પણ રળિયામણું ગામ છે .

આકાશમાં અષાઢ લીંપાયો છે. ભેંસોના ટોળાં
જેવી વાદળીઓ વરસું - વરસું થાય છે. એ વખતે વેજ-
લકા ગામના કાઠી દરબાર ભીમ ખાચરને ચંદરવા જવાનું સાંભર્યું . જાતવાન ઘોડી તાજણ ઉપર સામાન માંડ્યો અને પાગડે પગ દેતા વચલા ઓરડે સંભળાય એવા સાદે વાત કરી કે : 'ચંદરવા જાઉં છું, બપોર પછી આવતો રહીશ.'

' બપોર પછી મે મંડાય છે અને રસ્તામાં લિલકા નદી આવે છે , માટે સંભાળીને ઊતરજો.' ઓરડામાંથી ઝીણા સાદની સાવ ઝીણી ચેતવણી સંભળાણી , પણ
બાઈમાણસની વાતમાં ધ્યાન ન અપાયું અને તાજણને લઈને આપા ભીમ ચંદરવા ગયા .બપોરની મહેમાનગતિ
કરીને રોંઢા વેળાએ ઘેર જવા તૈયાર થઈને નીકળ્યા , પણ
લીલકાને કાંઠે આવતાં ઘોડી અને અસવાર સ્તબ્ધ બનીને
ઊભાં રહી ગયાં.નદી બે કાંઠામાં ઘુઘવાટા કરતી હતી.પૂર ઊતરવાની રાહ જોઈને નદીના બંને કિનારે માણસો ઊભાં હતાં,પણ પૂર ઊતરવાનું નામ લેતાં નહોતાં.દરબાર
ભીમ ખાચરને બે વાત ખટકી ગઈ . એક તો ઘેર જવાનું મોડું થતું હતું અને બીજું પૂરથી ડરીને ઊભેલા સાધારણ
માણસોની જેમ ઊભા રહેવાની ભોંઠામણ આવતી હતી.

ભીમ ખાચરે તાજણને નદીના વહેણ પાસે લીધી. નદીનાં ભયાનક પૂર જોઈને ચેતવણી રૂપે - ઘોડીએ હિંક દીધી , પણ આપો હવે જીદ ઉપર હતા !

'આપા ભીમ !' ઓળખીતા માણસોએ ભય વ્યક્ત કર્યો : ' તમે શું ધાર્યું છે? '

' ધારે શું વળી? નદી ઊતરી જાવી છે.'

' પણ નદી બે કાંઠે વહે છે, જુઓ તો ખરા!'

' ઈતો વહ્યા કરે.' ભીમ ખાચરે તૈયારી કરી.

' ભીમભાઇ, " ધો " (જીદ) કરો મા. પાણી અને અગ્નિનાં પારખાં ન કરાય અને ઘોડી તો જાનવર ગણાય.'

' ઇ જાનવર નથી, તાજણ છે. તાજણનો વેલો દેવમુનિ ગણાય છે.'

આપાએ ગર્વ કર્યો અને તાજણ માટે એ ગર્વ ખોટો પણ નહોતો. તાજણ ઘોડીને એનો અસવાર મોત
ના મોઢામાં નાખે , તો એમાંય પડે અને અસવારને સલામત રાખીને પાર ઉતારે ! લડાઈ - ધિંગાણા વખતે
આ ઘોડી એવો પરચો દેખાડતી.ઘોડીનો અસવાર ભાલે-
તરવારે વેતરાઈને બેભાન બની ગયો હોય , તો તાજણ
ઘોડી એને રણમેદાનમાંથી બહાર કાઢીને ઘરને આંગણે
પહોંચાડી આપે.

ભીમ ખાચર પાસે વેજલકા ગામમાં આ જાતની
તાજણ ઘોડી હતી . તાજણના વેલા ઉપર અાપાને ભરોસો હતો અને એ ભરોસાને કસોટીએ ચડાવવા આજ ભીમ ખાચર તૈયાર થયા હતા.

કાંઠે ઉભેલા માણસોએ ભીમ ખાચરને જેમ જેમ વાર્યા તેમ તેમ એ વધારે જીદે ચડ્યા અને તાજણને પગનું
ઠેબું માર્યું. માલિકની મરજી સમજીને ઘોડીએ નદીમાં ધુબાકો દીધો !

' એ દરબાર... ! એ બાપુ...! પાછા વળો ! પાછા...!
નદી આજ ગાંડી બની છે ! તમેય ગાંડા કાં થાવ ? '

પણ કોણ સાંભળે ? ઘુઘવતાં પૂરનાં મોજાંઓમાં
ઘોડી અને એનો અસવાર હાવલાં દેતાં હતાં.ઘડીક ઘોડી ની ડોક દેખાતી તો ઘડીક આપાની પાઘડી...તાજણ તાન
માં આવીને આગલા બે પગે પાણી કાપતી છલાંગતી હતી. ભીમ ખાચર એને રંગ દેતા હતા :

' રંગ તાજણને ! રંગ ઘોડીને ! વાહ ઘોડી ! '

ઘોડીએ હતી એટલી શક્તિ વાપરીને વહેણ લગભગ પૂરુંકર્યું.સામે જ વેજલકાનો આરો દેખાતો હતો.
પણ ઉપરવાસના વરસાદને લઈને પાણીમાં એકાએક વધારો થયો.પૂરનો વેગ વધ્યો ઘોડી પોતાના ગામનો આરો
(ઓવારો) મૂકીને થોડીક આઘેરી ખેંચાઈ ગઈ . અસવારે
ઠપકો દીધો... ઘોડીએ છલાંગ મારીને ભેખડે ડાબા દીધા.
પળાર્ધમાં ભેખડ ચડી ગઈ પણ આંચકાને કારણે.. અસ- વાર પાણીમાં પડી ગયો...!

ખાલી પીઠનો અનુભવ થતાં ઘોડી બાવરી બની.
પાણીમાં તણાયે જતા માલિકને જોઈને હીંક દીધી અને
કાંઠા ઉપર દોડવા મંડી..!

' ભાગી ! ' કાંઠે ઊભેલા માણસોના કાળજાં ઊંચા
થઈ ગયાં : 'આપાની તાજણ ભાગી ! પૂરમાં નાખી દઈએ
ભાગી ગધેડી ! '

પણ તાજણ તો પૂરમાં વહયે જતા અસવારને નજરમાં રાખીને દોડ્યે જતી હતી.એકાદ ફલાંગ અસવાર
ની આગળ નીકળી પૂરમાં પડી,આડફળું બાંધીને આપાને
આંબી ગઈ...

ભીમ ખાચર પાણી પી ગયા હતા , પણ કઠણ
ખો ળિયાનો માણસ એટલે ભાન ગુમાવ્યું નહોતું...એમણે
તાજણની ડોકે બાથ ભરી લીધી. અસવારને લઈને ઘોડી
કાંઠે આવી ગઈ અને ઘર તરફ વહેતી થઈ ગઈ !

કાંઠે ઊભેલા માણસોએ તાજણ ઘોડીનું અદભૂત
પરાક્રમ અને અજોડ સમર્પણ આજ નજરોનજર જોઈને
મોંમાં આંગળા નાખ્યાં.

ઠંડીમાં થીજી ગયેલા ભીમ ખાચર સારવાર પછી
બે કલાકે ભાનમાં આવ્યા અને તાજણને બદલે બીજી ઘોડી હોત , તો પોતે જીવતા ઘેર ન આવત એની માંડીને વાત કરી. વેજલકા ગામના રહેવાસીઓ દર્શને આવ્યા હોય એવા આદરભાવે તાજણને જોવા આવ્યા. તાજણ ના પરાક્રમની વાર્તા ધીમે ધીમે થતાં આખા પંથકમાં એક
અજાયબ બનીને ચોરે ચૌટે ચર્ચાતી રહી.એ વખતે નાની વાવડીના કોળી મોહન પટેલ પાસે પણ તાજણ હતી ,
એટલે ગામલોકો વારે વારે મોહન પટેલને તાજણ વિશે
ટકોર કરે કે : ' મોહનભાઈ , એકવાર તમારી તાજણનો પણ અખતરો કરો. તમારી ઘોડી પણ વેજલકાની તાજણ
ની બહેન છે...'
' છે પણ ઘોડીને દુઃખી શીદને કરવી ?'

' દુઃખી શાની ? પરીક્ષા તો સગા ભાઈની પણ થાય..'

મોહન પટેલ ઇન્કાર કરે એમ ગામલોકો વધારે આગ્રહ કરે. એક દિવસ મોહન પટેલને થયું કે પારખાં તો કરવાં જોઈએ, પણ નદી કે પાણી કે ચોમાસું કંઈ ન મળે..
એક દિવસ વાડીએથી આવતા આવતા મોહનને તુક્કો સૂઝ્યો. રસ્તામાં રેતીનો પટ આવતો હતો.મોહને તાજણ
ને દોડાવી . રેતીનો પટ આવતા ચાઈ કરીને પટેલ રેતીમાં પડી ગયો... વેગમાં ઘોડી આગળ તો નીકળી ગઈ પણ અસવાર પડી ગયાનો ખ્યાલ આવતાં ગોથું મારીને પાછી
આવી. મોહન પટેલ ચાઈને ટૂંટિયું વાળી ગયા. ઘોડીએ મોઢા વડે બે - ચાર વાર ઢંઢોળીને જાગવા માટે હીંક દીધી...
તાજણના ઇતિહાસથી અજાણ્યો એવો મોહન ભૂતકાળમાં એવું બોલેલ કે કાઠી ડાયરો કસુંબાના કેફમાં
છોકરાં જેવી વાતો કરે , બાકી ઘોડામાં એવી સમજણ શેની હોય ?

પણ અત્યારે તાજણની સમજણ અને ધણી પ્રત્યેની વફાદારીનો સાક્ષાત્કાર થતાં મોહનની આંખો ભીની થઈ ગઈ ! ઊભો થઈને ઘોડીની ડોકે બાથ લઈ ગયો : ' બાપ તાજણ ! મેં સમજણ વગર તારી ટીકા કરી ! માફ કરજે.'
આ પછી કહેવાય છે તાજણ ઘોડીને એણે ટૂંકારો નહોતો દીધો.

નોંધ : વેજલકા ભીમ ખાચર અવસાન પામ્યા છે.
તાજણની આ વાત ઉપર માંડ બે દસકાનો સમય
વીત્યો છે. ઘંઘુકા તાલુકાના વેજલકા અને નાની
વાવડીની તાજણની ઓલાદને આજે પણ લોકો
યાદ કરે છે.

સાભાર.... તોરણ ભાગ - ૧
લેખક : નાનાભાઈ જેબલિયા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

બચુભાઈ શ્રીમાળી રચિત માતાજીનું સપાખરૂ

॥ જગદંબા સ્તવન ॥    ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...