મુખ્ય સામગ્રી પર જાઓ

યુદ્ધના કાવ્યો

*⚔ યુધ્ધના કાવ્યો ⚔*



*।।છંદ  -પધ્ધરી।।*



અડપડે ઝીક માચી અચુક, કટ્ટ જાત શીશ ઘટ ટુક ટુક,
ફટ્ટજાત બુક ફેફરાં ફાર, હટ્ટ જાત કેક કાયર સંહાર,
કુદંત શીષ પડતે કબંધ, ધટ ધટત ખેત મચવાસ ધંધ,
રણંકે પ્રનાળ ભભકંત રક્ત, જોગણી પત્ર ભરીયંત જ્ત,
નાચંત વિર વેતાળ કેક, ઉછરંગ અંગ વરતે અનેક,
ભલજુધ્ધ હોત દેખંત ભાન, વ્યોમે સહાય અપસરા વેમાન,
આછટે તીર ગોળી અપાર, કરમરા ઝીંક બરછી કટાર,
પડિયાજ લોથ ધણવાર પાર, મરતાંસ  કહત મુખ મારમાર,
ધ્રપિયા પંખ પળચરાં ધ્રાય, આશિષ દેત કેકે ઉમાય,
હરખંત તત્વ નારદ હોય, જય ધન્ય શૂરા સજોય,



*।। ગીત ~ સપાખરુ।।*


ગાઢા હુંકળે હઠ્ઠીલ્લ જોધ્ધ ભેરંડી નિશાન ગાજે,
ડાક ચંડી ઘૂઘવે, ભ્રકુટિ ઘટ્ટા દીઠ,
ભ્રકુટ્ટિ ઝડફે ઝડી, ઉબાળે ભ્રગોળ ભેડાં
નેડા પ્રથી નાથ ઘોડા ઉપાડે ન ત્રીંગ -૧

 મહિપાટ કુંભી થાટ્ટ હેમરાં હે થાટ મળે,
આસમાનાં પબેરાટ્ટ ધ્રુ ધળા એરાક,
બીઝળાં નારાટ્ટ ઝટ્ટ, બીજ ખેળા બાટ બણે
અણીબેળા પાટધણી ન જા કે અથાક, -૦૨

લડ્યાહીં કી બાત સૂણી, ધોમઝાળાં વોમ લાગી,
મોરચા બણાયા ઠાઠ, સોફેરે મંડાણ,
હડડડ વહે તોપ, સડડડ ગોળા હાલે,
પડે કોટ ધડડડ ખડેડે પાખાણ, -૦૩

છુટ્ટે તોપ ત્રેંહ તાળી, ધુંબા કેહીં ધરા ચળે,
ઉછળે સાહેરા નીર, ધ્રુજે આસમાન,
ગડહડે ઇંક ગાજે, ધડહડે ફુટ્ટે ગોળા,
કડકડે ધરા આભ, પડે ધાક કાન, - ૦૪

બણંકે બાટ્ટીંકા બોલે,  ઝણંકે ઝાટકા બોલે,
ઝણંકે સીંધવો રાગ ખાગા લાગી ઝક,
થડુકે ફડુકે નંગ, ઝંઝવા કટ્ટકા થિયા,
બળાક્રમી જોધ્ધાવાળી, લાગી શત્રુ બીક, - ૦૫

લડથટ્ટાં ખાગ ઝટ્ટાં ઝટ્ટ પટ્ટાં દારુ લાગ્યો,
વક્ટા ઉલઢાં થટ્ટાં, ત્રમ ઝટ્ટા વાય,
કટ્ટ કટ્ટાં વીજવટ્ટાં ઝટપટ્ટાં થિયે ટુક્કા,
વાટે દો દો ભાગ્યાં વટ્ટાં સોઝળા વદાય, -૦૬

રગતાળાં નદીનાળા, પુરવાળા વહે રોગા,
પંખાળા નખાળા ધૂવ્યાં, સીધણીયાં પંખ્ય,
માળે સરાં ભીસરાંણા, ખસરાળાં માસ ખાવે,
ભરવા ખપ્પરાં આયાં, જોગણી ભરખ્ખ, -૦૭

વરવા અપસરાં શૂરાં, હાથ લીધી વરમાળા,
ગેંકીયા ધમળાં ગીત, દેવ કન્યા ગાય,
ભારથે જોહવા આયા, નારદ શંકરા ભોળા,
ખેંખાટે અપસરાં શૂરાં ખાજ સહુ ખાય, -૦૮


*[17/10 /2017/1:02 am]*

*ટાઇપ :~ ધર્મેશ ગાબાણી*
7698824621

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...