મુખ્ય સામગ્રી પર જાઓ

Hinglaj mataji Song

બ્લુચિસ્તાનમાં આવેલ શક્તિપીઠ
હિંગલાજમાતાજી
ચંદુભા જાડેજાએ લખેલી રચના જેમાં આખી યાત્રા નું વર્ણન કરેલ છે...*

હિંગલાજ હાજરા હજુર, માજી તમે બેઠા મકરાણ માં.....
દેવી નાં ડુંગરાઓ દુર, માજી તમે બેઠા મકરાણ માં.....
* ઉજ્જડ અરણ્યનાં દુઃખો વેઠાયના,
પંથ વિકટ નો પાર પમાયના,
રસ્તામાં પ્રાણી ઓ ક્રુંર, માજી તમે બેઠા મકરણ માં.....

* ખાનપાન સાહિત્ય લેવું સંગાથમાં,
મૈયા ને ભેટવા વસવું જમાત માં
અતિશય ઊડતી ધૂળ, માજી તમે બેઠા મકરાણ માં.....

* રહેવા રાત નથી વિશ્રાંતિગૃહ જયાં,
ઊંઘને આરામની વાત પછી હોય ક્યાં
કરવી ચિંતાઓને ચૂર માજી તમે બેઠા મકરાણ માં....

* આગવાના આદ્દેશે આગળ વધવું,
ધીમેથી રેતીના પહાડો પર ચડવું,
સ્થુળ તણાં તેજ ઘટે નૂર, માજી તમે બેઠા મકરાણમ માં...

* ચંદ્રકુટ ચઢવું ચાલાકી નું કામ છે,
અવિનાશી નું ત્યાં અદ્ભુત ધામ છે.
ઉછળે વિભુતીના પુર, માજી તમે બેઠા મકરાણ માં....

* પાપ-પરિતાપ ચંદ્રકુટને ચઢાવવા,
આઈને પીરસવા આદેશ માંગવા,
મારગમાં કોની મગદૂર, માજી તમે બેઠા મકરાણ માં.....

* ઘોર તજી અઘોરે સ્નાન જ કીધા,
બાંધવ ને બેનડીના બિરૂદ ત્યાં લીધા
ઘોર મહીં ફૂટ્યાં અંકૂર, માજી તમે બેઠા મકરાણ માં.....

* દુરથી માનો ડુંગર દેવળ ભાસે
જેમ જેમ ભેટીએ પાપ-પૂજ નાસે,
સ્વયં ચઢેલું સિંદૂર,માજી તમે બેઠા મકરાણ માં......

*દીઠા ડુંગર દુઃખ નાઠા જમાતના,
દર્શન આપોને આઈ ભાવિકોને રાતના
કાપવા કુ:વાસનાના મૂળ, માજી તમે બેઠા મકરાણમાં....

* નીર અનિલનો અંત ન આવે,
સુંદર સુવાસ પુષ્પ ખીલ્યાની આવે
અનીલ કુંડ અદ્ભુત, માજી તમે બેઠા મકરાણમાં....

*સ્નાન ધ્યાન પાઠ પુજાથી પરવારી, આઈ ને પીરસવા કરવી તૈયારી
ભાવ ધરી ને ભરપુર,માજી તમે બેઠા મકરાણમાં...

* સંતો એ નામ જેનું રાખ્યું સરણવારી, સંતો સંઘાથ સરણ સ્વીકારી
ગામ તણા દુઃખ કર્યા દુર, માજી તમે બેઠા મકરાણમાં.....

* ઉપરથી નીરજને પર્વત ની પોલ માં, બેઠા હિંગોળ એવા અલૌકિક સ્થાનમાં
નિત્ય આવે ભક્તો નો પુર, માજી તમે બેઠા મકરાણમાં........

* રુદ્ર રૂપશક્તિ મહાકાળી વિરાજતા, તાંત્રિકો આવી માને બલી ચડાવતા
થાય મદ્યપાન માં ચકચુર, માજી તમે બેઠા મકરાણમાં......

* સામે સન્મુખ આઈ બેઠા આશાપુરી, "ચંદુ"ચરણરજ માની સીરે ધરી,
ગાઓ હિંગલાજ માના ગુણ, માજી તમે બેઠા મકરાણમાં.....

હિંગલાજ હાજરા હજૂર, માજી તમે બેઠા મકરણમાં......

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...