મુખ્ય સામગ્રી પર જાઓ

Charan

ચારણ જાતી

આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો મન !
અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે લગન !

ચારણ જાતી

                 ચારણ જાતિ એ ભારત વર્ષની એક વિશિષ્ટ જાતિ છે. એનો ઈતિહાસ - એની પરંપરા હજારો વર્ષ જુના છે. વાલ્મીકિ મુનિ જે શ્રી રામચંદ્ર ભગવાન ના સમકાલિન હતા, તેમણે રામાયણમાં ચારણોની વિશિષ્ઠતાનું, દેવિ શક્તિઓનું અને સિદ્ધિઓનુ તથા તેમના ગૌરવનું સુંદર આલેખન કર્યુ છે. ચારણો આકશચારી હતા એમ પણ જણાવ્યું છે ઊપરાંત શ્રી રામચંદ્ર પ્રભુના સમયે ચારણો જંબુદ્વીપ આદિ પ્રદેશોમાં વસતા હતા અને વિચરતા હોવાનું જણાવેલ છે. એવી જ રીતે મહર્ષિ વેદવ્યાસ જે શ્રી ક્રુષ્ણ અને યુધીષ્ઠીરનાં સમકાલિન હતા અને જેમણે મહાભારત પુરાણની રચના કરી તેમણે પોતના એ ધર્મગ્રંથમાં ચારણોની દિવ્યતા, મહાનતા ને સિદ્દિઓનાં અનેક જગ્યા એ વર્ણન કર્યા છે. અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષ આદિ પ્રદેશોમાં વસતા હોવાનુ જણવ્યું છે.વાલ્મીકિય રામાયણ ગ્રંથમાં ચારણોનાં જે વર્ણન છે તે પરથી જણાય છે કે ચારણો રૂષિમુની કોટીનાં તપસ્વી,શિદ્દિઓને વરેલા, આકશ માર્ગે ગમન કરનારાન હતા અને તેઓ સિદ્દો વિદ્યાધરોની પંક્તિના દેવ વર્ગના હતા. જૈન ધર્મનાં શાસ્ત્રોમાં પણ ચારણો દૈવી સક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્દિઓને વરેલા હોવાના અનેકશ: વર્ણનો મળે છે. કવિ કુલગુરૂ કાલિદાસ આદિના ગ્રથોમાં પણ ચારનો વિશે સુયોગ્ય ઉલેખો મળે છે. ચોવિસ અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી ક્રુષ્ણ પહેલા થઈ ગયેલા એવા પ્રથુ ભગવાન-પ્રથુ રાજાથી માંડીને અલ્લાઉદ્દિન ખિલજી, મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચરણોના ગુણોથી આકર્ષાઇને તેમને સનમાન્યા છે. ઉપારાંત કર્નલ ટોડા, ફારબસ, ટેસીટોરી આદિ અનેક અંગ્રેજ ઇતિહાસકારોએ લખેલા ઈતિહાસોમાં ચારણો વિશે ઉત્ક્રુષ્ટ ઉલ્લેખ કરયા છે. તથા ચરણોની દેશભક્તિ , કર્તવ્યપરાયણત, સંસ્ક્રુતિ રક્ષા, સાહિત્ય સેવા, વિરતા નિતિમતા, તથા ક્ષત્રીયોને દેશભક્તિના પાઠ પઢાવવાની તેમણે કરેલી સેવા પર પ્રશંસાનાં પુષ્પોનો વર્ષાદ વરસાવ્યો છે. અને છેલ્લે છેલ્લે ગુજરાતના રાષ્ટશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ચારણોનાં જે મહામુલ્યા સજીવ ચિત્રો પોતાના પુસ્તકોમાં દોર્યા છે તથા ચારણ જાતિની ભવ્ય ઈતિહાસ ગાથાને સંસાર સમક્ષ પ્રસ્તુત કરી છે તે ચરણ જાતિના વિશિષ્ટ ગૌરવમંદિર પરના સુવર્ણ કળશ સમાન છે.

                 ભારત વર્ષમાં વર્ણ વ્યવસ્થા ( બ્રાહ્મણ-ક્ષત્રીય-વૈશ્ય-સુદ્દ્ર ) વ્યવસ્થિત રીતે સ્થિર થઈ તે પહેલાં ચરણો હિમાલયના પહોડોમાં આશ્રમો બાંધિને રહેતા.ગંધમાદન સપ્તશ્રુગાદિ પર્વતોની પાસે તેમનો વસવાટ હતો એમ જણાય છે. એ વખતે ચરણો આચાર વ્યવહાર અને જીવન પ્રણાલી રૂષિમુનીઓના \જેવી હતી. એટલે કે તેઓ પશુપાલન કરતા , થોડીક ખેતી પણ કરતા. તપ અને સ્વાધ્યાય - શાશ્ત્રાધ્યાન એમના જીવનમાં વણાયેલું હતુ, ઈશ્વરી શક્તિનુ પુજન ભજન પણ એમની દિનચર્યામાં મોટો ભાગ ભજવતા. કુદરતના ખોળે પ્રક્રુતીના સાનિધ્યમાં રહી ને આત્મ ખોજ કરવામાં જીવનનાં ને શ્રુષ્ટિનાં રહસ્યોની જાણકારી મેળવવામાં એ રચ્યા પચ્યા રહેતા. જે પહાડી પ્રદેશોમાં તેઓ રહેતા હતા ત્યા કોઇ રાજાનું શાશન ન હતું. કોઈ રાજ્યની એમના પર હુકુમત ના હતી.સ્વાતંત્ર્યની ખુમારી ભરેલી એમની નિરાળી જીવનવ્યવસ્થામાં નૈતિક મુલ્યોની,-"જીવો અને જીવવા દો !" ની-સંયમની પ્રતીષ્ઠા હતી. સ્વભાવિક્તાની શાંતિ હતી. પુરૂષાર્થ કરીની જે મેળવતા, તેમા શાંતિ સુખનો અનુભવ કરતા. એમના જીવનમાં સત્ય, પવિત્રતા, સાદાઈ અને સાત્વિક્તા અગ્રસ્થાને હતાં એ રીતે ચારણ એ વખતે રૂષિ હતો જે જાતિમાં પુષ્પદંત,પિંગલાચાર્ય જેવા ભક્તો વિદ્રનોએ તથા ગિરાદેવી ને વાક આમ્ભ્રુણી જેવી વૈદરૂચાઓનાં ગાન કરનારી વિદુષી દેવીઓએ જન્મ લીધો ,તે જાતિ શાસ્ત્ર અભ્યાસને અને તપને ભક્તિને વરેલી હોય , એ સ્વાભવિક છે. 

                 ચારણે ગળથુથીમાં જ સ્વાતંત્ર્યનાં ઉદારતાનાં , વિશાળતાનાં અમ્રુત સ્વાદ ચાખેલો. ગગનચુંબી પહાડોની-ગંગા-યમુના-સિંધુ-બ્રહ્મપુત્રાના ઉદગમ સ્થનોની, માનસરોવરની અને કૈલશાદિદેવ પર્વતોની ભુમીમાં એનો ઉછેર થયેલો. ઉપર કહ્યુ તેમ એના પર કોઈનુ શાશન ન હતું . એ સર્વાંગે સર્વ પ્રકારે સ્વતંત્ર હતા. અનંત આકાશનાં ઉંડાણો , તેમા ચક્રાકારે ગતિમાન સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો અને વિશાળ પ્રુથ્વી એના મન હ્યદય્માં દિવ્યાંતાનું સિંચન કરતા, આગમ્યના ભેદ ઊકેલવાની પ્રેરણા આપતાં અને એ પ્રેરણા તથા દિવ્યતાનાં ધાવણ ધાવીને ચારણો ની બુદ્દિ-દ્રષ્ટિ પણ અણુ સમાન અને મહાનોથી પણ મહાન એવા પરમાત્માનાં રહસ્યો જાણવા સમજવાનું મંથન કરતો. 

                 ભાગવત તથા ગણેશપુરાણ આદિ શાસ્ત્રોમાં ચારણોની ગણના દેવસર્ગમાં-દેવ વિભાગમાં કરવામાં આવી છે. શ્રીમદ ભાગવતમાં ચારણોને આઠ પ્રકારના એક દેવ વિભાગમાં (સિદ્દો-ચરણો-વિદ્યાધરો ) માં વર્ણવેલ છે. ચારણોના જુના નામો જેમાના કેટલાક હજુ પ્રચલિત છે. તેમા પાછડનાં ભાગે દેવ વાચક "સુર" શબ્દ જોડાયેલો હોય છે. જેમ કે દેવસુર, હરસુર, ભાણસુર, રવિસુર, માણસુર, માલસુર, વીજસુર, ધાનસુર, કાનસુર- વગેરે ચારનો નાં નામોમા "સુર" શબ્દ જોડી દેવભાવનું આરોપણ એટલા માટે થતુ કે તેઓ પોતાની અસ્મિતાને ના વીસરી જાય,કાયમ યાદ રાખે. 

                 સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરાનાર,તેના ઉપાદાન અને નિમિત્ત કારણ સ્વરૂપ જે અગમ્ય શક્તિ-એ કર્યો કરી રહી છે તેને આદિકાળથી કેટલાકે પિતા અને કેટલાકે માતા માનેલ છે. અને તદનુસાર આદિકાળથી પિત્રુશક્તિ અને માત્રુશક્તિની પુજા એ જુદાં જુદાં નામો આપીને વિવિધ પ્રકારે કરવાનુ કાર્ય સર્જન જુની પરંપરા પ્રમાણે ચલે છે. તેમા ચારન જાતિ એ પરંપરાથી માત્રુપુજાને વિશેષ મહત્વ આપેલ છે.તેમા ચરણોમાં અવતરેલ દેવીઓએ ચારણોનાં જીવનમાં વિશેષ પ્રેમ, વિશેષ તપ અને વિશેષ સંયમ નિયમનાં સિંચન કર્યા, તેણે પણ ચારણોને માત્રુશક્તિ ઉપાસક બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. 

                 ભારત વર્ષમાં ચારણોનું પ્રથમ આગમન ચોવીસ અવતારોમાંના એક શ્રી પ્રુથુ ભગવાન -પ્રુથુરાજાના સમયમાં થયું. તે પહેલા તેઓ હિમાલયના સપ્તંશ્રુગ આદિ પર્વતોના પ્રદેશોમાં રહેતા હતા. એ હકીકત ઐતિહસિક સત્ય છે કે ચારણો ન પવિત્રતા, સાત્વિક્તા,તપશ્ચર્યા, ધ્યેનીષ્ઠા, નિ:સ્પ્રૂહતા તથા સત્યપ્રિયા, આદિ ગુણોથી આકર્ષાઈને પ્રુથુરાજાએ તેમને પોતાના યગ્નમાં આમંત્રણ આપી ને ભારત વર્ષમાં બોલાવ્યા- વસાવ્યા, વસવાટ માટે પ્રદેશો આપ્યા. પદ્મપુરણમાં ઊલેખ છે કે પ્રુથુરાજાએ ચારણોને તૈલંગ નામનો દેશ આપેલો , ઉપરાંત કલિંક પ્રદેશ પણ આપેલ. ત્યાર બાદ કાળ ક્રમે ચારણોએ ઉત્તપ્રદેશના પશ્ચિમોત્તર ભાગમાં , પંજાબમા આવીને વસવાટ કરયો અને ત્યાથી રાજસ્થાન , મધ્ય પ્રદેશનો પશ્ચિમ ભાગ, સિંધ, ગુજરાત,કચ્છ, સૌરાષ્ટ્ર તેઓ ફેલાયા. ચારણોના ઉપર જણાવેલા ગુણો, સત્ય અને સ્વાતંત્ર્યપ્રિયતા, નિતિમત્તા તથા સંયમિ અને સરળ સાદા પવીત્ર આચારની પ્રુથુ રાજા તથા ક્ષત્રીયો પર ઊડી છાપ પડી એટલે જ તેમણે ચારણો ને સન્માનિત કરી પોતાના પુજ્ય માન્યા, સલાહકાર બનાવ્યા. વિદ્યા-સરસ્વતિનાં ઉપાસક હોવાના કારણે જન સમાજે એમને સરસ્વતિ પુત્રો નું બિરુદ આપ્યુ. અનિતિ-અન્યાય-જુલમ-દમન નાં તેઓ કટ્ટર વિરોધી હતા. નિડર અને સત્યનિષ્ઠ હતા. એટલે મોટા રાજા - મહારાજા કે સમ્રાટો, સતધીશો નિતિપુર્વક ના ચાલે તો ચારણો જોખમ વેઠીને , એ સતધીશોની અપ્રિયતા વોહરીને અને સુખ સંપતિ ગુમાવવા માતે તૈયાર રહીને એ સતાધારીઓને સાચુ કહેતા એમને સન્માર્ગે દોરી જતા. ગળથુથીમાંથીએ અભયનુ ધાવણ ધાવેલા ચારણો નિર્ભિક અને નિડર હતા, સદા સવધાન પન હતા,અને જુલ્મ અનિતિનુ આચરણ કરનારનો સામનો કરતા, સાચી રાહ ચિંધવા પ્રસંગ આવે આત્મબલીદાન આપ્વાની તૈયરી રાખતા. 

                 વળી ચારણ જાતિની ખાસ વિશિષ્ઠતા એ હતી કે એમની કુળાચરની પરંપરામાં સત્યનો-વાણી વિચાર વર્તનની વિશુદ્દિનો દ્રઢ આગ્રહ રાખતો હોવાના કારણે જમાને જમાને જ્યારે જ્યારે વિષમતા, દંભ, અનાચારની માત્રા વધી ત્યારે તેનુ ઉત્થાપન કરવા માટે અને ધર્મ ભાવના તથા સંસ્ક્રુતિનુ ઉત્થાન કરવા મતે ચારણ જાતિમાં માતાજીઓએ શક્તિશાળી આઈઓ અવતાર લીધા.અને તેમણે વિશુદ્દ જીવન જીવીને ,સત્ય અને તપશ્ચર્યા આચારમાં ઊતારીને , અપરિગ્રહ વ્રત પાળીને તથા અહિંસા તથા પ્રેમની ગંગા રેલાવીને સમાજને સાચો રાહ બતવ્યો. ધર્મમાર્ગે ચાલવાની પ્રેરણા આપી. ઉપરાંત અન્યાય અનિતિનો સામનો કરીને દુરાચારી સતાધીશોને ઉખેડી નાખીને સમાજ અને દેશને ઉન્નતિને માર્ગે દોર્યો. સંસ્ક્રુતિને જીવતી અને જાગ્રત રખી. એ માતાજી-આઈઓ પોતાના પવિત્ર આચરણ અને લોકોપકાર સુક્રુત્યોથી એટલા બધા લોકપ્રીય બન્યા કેલોકો એ એમને પોતાના ઈષ્ટ તરીકે સ્વીકાર્યા, કુળદેવી તરીકે અપનાવ્યા.અને આજે પણ આ ચારણ દેવીઓ અઢારે વર્ણમાં કુળદેવી તરીકે પુજાય છે. ખોડીયાર, આવડ, કરણીજી, બેચરાજી,બૂટ્માં, દેવલજીમાં , આઈ વરુવડી, આઈ પીઠડ, માતજી મોગલ , શેણબાઈ, માં રાજબાઈ, નાગબાઈ, જાનબાઈ,જેતબાઈ, અને છેલા છેલા સાંપ્રત કાળમાં પૂ.આઈ શ્રી સોનબાઈમાં નાં પુજન ભજન સર્વ વર્ણોના લોકો પ્રેમ પુર્વક આજે પણ કરી રહ્યા છે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...