મુખ્ય સામગ્રી પર જાઓ

ખેમરા લોડણ ના દુહા

ખીમરા લોડણના દુહા

(1) તડકો ને આ ટાઢય, વગડો ય વેઠલ નહિ;
રે'વી મારે રાત, તારી ખાંભી માથે ખીમરા.

(2) રાવલિયા મું રાત, વગડાની વેરણ થઈ;
સગા દેને સાદ, ખાંભીમાંથી ખીમરા

(3) આ હેતુ તે કાયમ હેતનાં, ને કરે જ ઓશીકા કોય;
પણ આ લોડણ ચડાવે લોય; તારી ખાંભી માથે ખીમરા. (રામભાઈ)

(4) ખંભાત થી હાલી ખીમરા, નાવા ગોમતી ગઈ;
અધુરા લખ્યા આંકડા, વિધાતા હું અધવચ્ચે રહી.

(5) ભોજાયું ભેળો મળી, આવે મળવા મહેમાનો ને ;
હૈયું જો ને હીલોળા લે, ખાંભા લગણ ખીમરા.

(6) આયરીયો આવે ઉડતો, ભળી ભોજાયું ભેળો;
પાણી તડી ઠેકતો, પઞ વરતાંણો પુરુષ તણો.

(7) આરો ઉથરતો પગ, પલખાણો પુરુષ નો;
થડકો થાને લો, ખાંભા લગણ ખીમરા.

(8) આવે કોઈ આહીર, ભોજાયું ભેળો ભળી;
પણ આરો ઉતરતાં, પઞ પલખાણો પુરુષનો.

(9) પાણે પઞ દઇએ નહીં, સેવાળેલ સઞા;
લથડ માં લાડા, ખમ્મા તું ને ખીમરા.

(10) ભોજાયું ભેળો મળી, આવે આવતરો આહીર;
વરત અમારા વીર, ખોટાં કરાવશે ખીમરા.

(11) ભોજાયું ભેળો મળી, તું આવે મળવાને મીસ,
પણ વરત અમારા વીર, ખોટાં થાશે ખીમરા.

(12) રાવલ ગામ રળીયામણું, બોરાં મચ્છર ને માખ; જાતના અમે આયર, દાતરડી અમારી અગર.

(13) આવી ઉભો દેશ, ગાજુ કોઈ ગમ્યા નહી; રુડો રાવલ દેશ, તું ઘટમાં ખુત્યો ખીમરા.

(14) મરવાં વાંસડીયું વાય, મરવે મન માને નહીં; સરવો તારો સાદ, ખાંડથી મીઠો તું ખીમરા.

(15) તું મળ્યો ને મન મળ્યાં, ભોજાયું ભેરી કરી; નારી ને નરાં, ખરાં નિવડયાં ખીમરા.

(16) ખીમરા ખારો દેશ, મીઠા બોલા માનવી; વળતાં વિશામો લેશું, ખોટી કર ન ખીમરા.

(17) વીસ દીનો વદાળ, આઠમે દાડે આવીશું; રો' મા રાવિલયા, ખારા આંસુડે ખીમરા.

(18) ડાબી ભેરવ કળકળે, હરણ જમણે જાય; લોડી ખંભાતણ કહે, સંઘ દ્વારકા ન જાય.

(19) ડાબી ભેરવ કળકળે, જમણે લારી થાય; તે સકને નીકળીયે, તો નક્કી કાળ થાય.

(20) આજની અધરાત, બે બે પંખી બોલીયાં;
વાલમ તમારી વાત, ખોટી હોજો ખીમરા.

(21) મોડું મુજને થાય, રજા દે રાવલના ધણી; જમણાં ઝાંગર ઉતર્યાં, ડાબી ભૈરવ સંભળાય.

(22) માટે મુકી વસવાટ, રજા દે રાવલના ધણી; રથડો હાલું હાલું થયો, રોકાયો નવ રોકાય.

(23) સંઘ સડેડો જાય, ખમાડા ખમે નહીં,
રાવલિયા દે રજા, ખોટી ન કર ખીમરા.

(24) લોડણ વિસામે મનમાં, સંઘ દ્વારકા નહીં જાય; દ્વારકા દેવળ અમને, સ્વપ્નાં આવ્યાં જો.

(25) દ્વારકાના દેવળમાં, મને સ્વપ્નું લાધીયું; સાચું હો જો સગા વીર, ખોટું હો જો ખીમરા.

(26) તે સાચાં ન હો જો, ખોટાં મારા ખીમરા; નખમાં નો' તા રોગ, જોગ હતા જવતર તણાં.

(27) કેમ થયો કાળને ભોગ, ખોટું મારા ખીમરા; અમે ગયા'તા જગન્નાથ, દર્શન કરવા દેવના.

(28) મારગ કાંઠે મસાણ, ઉજરડા આહીર તણું; પોઢેલ મારો પ્રાણ, રાવલિયો રણમાં રહ્યો.

(29) અધવચ ઊઠી આગ, ખાંભી ખોડાવું ખીમરા;
ખીમરા ખારો દેશ; મીઠા બોલા માનવી.

(30) ત્યાં પોઢેલ મારો પ્રાણ, ખબર ન હતી ખીમરા;
ખીમરા ખારો દેશ, મીઠા બોલા માનવી.

(31) મને જાગી દેને જવાબ, ખોટી કરમાં ખીમરા;
જાતાં જોયો જુવાન, વળતાં જોયો પાળીયો

(32) મારી પાસે નથી પડધામ, ન' તો ખાંભી ખોડાવત;
ભીમસેની ભાંગે નહીં, તારી ખાંભી માથે ખીમરા.

(33) રાવ કરે રદીયાને, શડવઢુ કરી ગયો ખીમરો;
કોમળ મારા ઉર, ભીંસુ તોય ભાંગે નહીં.

(34) મારગ કાંઠે મસાણ, ઓળખ્યા નહીં આયર તણા;
ઊતરી આરસ પહાણ, ખાંભી કોતરાવું ખીમરા.

(35) જાતાં જોયો જુવાન, વળતાં ભાળ્યો પાળીયો;
ઊતરાવું આરસ પહાણ, તારી મુરત બનાવું ખીમરા.

(36) વિગતે કરું વિચાર, પાણો પુજાય નહીં;
સથરો તેડાવી સલાત, તારી ખાંભી નખાવું ખીમરા.

(37) ઘોડાળા જાવ ઘરવાટ, અમે પગ પાળા પુગશું;
રેવી મારે રાત, તારી ખાંભી માથે ખીમરા.

(38) તડકો ને ટાઢ, વગડોય વેઠલ નહીં;
રેવી મારે રાત, તારી ખાંભી માથે ખીમરા.

(39) લાંબુ નાવદ્રું ને ભોગાત, ભવમાં ભાળેલા નહીં;
નાવદ્રાના નેસમાં મું રાત, તારી ખાંભી માથે ખીમરા.

(40) રાવલિયા મું રાત, વગડાની વેરણ થઈ;
સગા દેને સાદ, ખાંભીમાંથી ખીમરા.

(41) ? ? ? ?
હ્રદય ખોલી રોઉં, તારી ખાંભી માથે ખીમરા.

(42) કુંપા કાચ તણાં, રાખ્યા રીયા નહીં;
ભાંગી ભુકા થયાં, તારી ખાંભી માથે ખીમરા.

(43) રેત હું એક રાત, ચડત મન ચાકડીયે;
રોળ્યાં રાવલિયે, ખડવઢું કર્યાં ખીમરા.

(44) મોતી માજીગર તણું, જાણે પહેરશું આ દલ;
ત્યાં ડુબ્યું મધ દરીયે, અમે ખોયું રતન ખીમરા

(45) ચોરી આંટા ચાર, અમે બાજોઠે બેઠા નહીં;
વાલમ તારી વરમાળા, ન પહેરાણી ખીમરા.

(46) માઠે સુકને આવીયાં, ને ડાબો થયો ગુણેશ;
નાવદ્રાના મારગે, રાવલિયો રણ માં લીયો.

(47) ખીમરા ખારો તારો દેશ, મીઠા બોલા માનવીયૂ;
તું જાગીને દે જવાબ, તારી ખાંભીમાંથી ખીમરા.

(48) કોઈ ચડાવે તેલ, કોઈ ચડાવે સીંદોર;
લોડણ ચડાવે લોહી, તારી ખાંભી માથે ખીમરા.

(49) સગા ચડાવે સીંદોર, દીવોને નાળીયેર દોય;
પણ લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા.

(50) કાકા કુટુંબ ચડાવે, નાળિયેર ને સીંદોર;
લોડણ ચડાવે લોહી, તારી ખાંભી માદે ખીમરા.

(51) કાચલિયુ ને કપુર, વીગતે વીગતે વાવજો;
આવવું પડશે જરુર, ખાંભી જુવારવા ખીમરાની.

(52) અણીઆળા અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં;
બળ કરતાં હું બીઉ, તારી ખાંભી માયે ખીમરા.

(53) ખીમરા મોટી ખોટ, માણસને મરવા તણી;
બીજી લાખ કરોડ, એ સમી એકે ય નહીં.

(54) સારસ પંખીની જોડ, જુદી કદાપિ ન પડે;
જો પડે એકની ખોટ, બીજું માથું પટકી ને મરે.

(55) ખાંભી ખંભા પર, મન વીસોતીયે લાગે નહીં;
કાઢૂં મારા પ્રાણ, ખીમરા તારી ખાંભી માથે.

ખેમરા-લોડણના દુહા. ::: માહિતી હોય તો જરૂર મોકલશો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...